યુવકે 'મર્દાનગી' સાબિત કરવા અન્ય મહિલા સાથેની ક્લિપ સસરાને મોકલી!

શિયાળામાં તમારા મિત્રને પણ આ ફિટનેસ રીઝિમમાં પોતાની સાથે જોડો. જેથી જો તમને કંટાળો આવે તો તે તમને જીમ ખેંચીને લઇ જઇ શકે અને કસરત કરવા માટે પ્રેરિત કરતો રહે.

  • Share this:
    નપુંસક હોવાના આરોપ બાદ પત્ની સાથે છૂટાછેડા થવાની કગાર પર રહેલા હૈદરાબાદના એક વ્યક્તિએ પોતાનું લગ્ન જીવન બચાવવા માટે એક અનોખો રસ્તો અજમાવ્યો હતો. પોતાની 'મર્દ' છે એવું સાબિત કરવા માટે તેણે અન્ય મહિલા સાથે શારીરિક સંબંધ બાંધીને તેની પાંચ મિનિટની વીડિયો ક્લપિંગ પત્નીના પિતા અને તેના કાકીને મોકલી હતી.

    જોકે, યુવકની આ ટ્રીક બિલકુલ કામ આવી ન હતી અને તેને જેલમાં જવાનો વારો આવ્યો છે. પોલીસે હૈદરાબાદના લાલ બહાદુર નગર ખાતે રહેતા વિબાવસુની તેની પત્ની અનુશાના પરિવારની ફરિયાદ બાદ ધરપકડ કરી છે. કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યો છે. વિબાવસુએ વર્ષ 2016ના વર્ષમાં અનુશા સાથે લગ્ન કર્યા હતા.

    આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, "લગ્ન બાદ બંને ફક્ત 15 દિવસ જ સાથે રહ્યા હતા. બાદમાં અનુશા તેના માતાપિતા પાસે પરત આવી ગઈ હતી. આ દરમિયાન બંને પરિવારના લોકોએ બંનેને સમજાવ્યા હતા. જોકે, અનુશા સાસરે જવા તૈયાર ન હતી અને તેણીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. અરજીમાં મહિલાએ તેના પતિ પર આક્ષેપ લગાવ્યો હતો કે તે નપુંસક છે."

    પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, "પત્નીની કોર્ટમાં અરજી બાદ વિબાવસુએ પોતાની મર્દાનગી સાબિત કરવા માટે અનોખો રસ્તો અપનાવ્યો હતો અને પોતાનો જ પોર્ન વીડિયો બનાવ્યો હતો."

    વિબાવસુ તરફથી પોર્ન વીડિયો મળ્યા બાદ અનુશાના પિતા અને તેની કાકીએ આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી. આ અંગે પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો વીડિયો બનાવ્યો હોવાની વાત કબૂલી હતી. પોલીસે આ કેસમાં વિબાવસુ સામે પજવણી, બીભત્સ ક્લિપ મોકલવી અને અનિચ્છનિય જાતિય ટિપ્પણી કરવાનો ગુનો નોંધ્યો છે.

    પોલીસે અધિકારીએ જણાવ્યું હતું કે વિબાવસુ અને અનુશા વચ્ચે લગ્ન પહેલાથી જ બધુ બરાબર ન હતું. જોકે, બંનેના પરિવારના લોકોને આ અંગેની જાણ ન હોવાથી લગ્ન થયા હતા અને બાદમાં આ પરિસ્થિતિ ઉભી થઈ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: