OMG: આટલા લાખમાં વેચાયો 21 કિલોનો પ્રખ્યાત ગણેશ લાડુ

OMG: આટલા લાખમાં વેચાયો 21 કિલોનો પ્રખ્યાત ગણેશ લાડુ
21 કિલોના આ લાડૂ ઉપર સોનાનો સ્તર છે.

તેલંગાણાની રાજધાની હૈદરાબાદના બાલાપુરના પ્રખ્યાત ગણેશ લાડુ 17.60 લાખ રૂપિયામાં વેચાયો છે. એક વેપારીએ તેને ખરીદ્યો, 21 કિલોના આ લાડુ ઉપર સોનાનો વરખ છે.

  • Share this:
    ગણેશોત્સવ દરમિયાન અનોખી ગણપતિ મૂર્તિઓ અનેક વખત જોવા મળે છે પરંતુ હૈદરાબાદમાં કંઈક એવું પણ છે જે ગણપતિ વિસર્જન દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બને છે. બાલાપુરમાં દર વર્ષે એક વિશાળ લાડુની હરાજી કરવામાં આવે છે અને આ વર્ષે પણ આવું જ થયું છે. આ વર્ષે લાડુ કુલ 17.60 લાખ રૂપિયામાં વેચાયો છે.

    બાલાપુરના પ્રખ્યાત ગણેશ લાડુને હરાજી માટે મૂકવામાં આવ્યો હતો. આ 21 કિલોના લાડુમાં સોનાનું કોટિંગ કરેલું છે. દર વર્ષે વિસર્જન પહેલાં તેની હરાજી કરવામાં આવે છે. ગયા વર્ષે તેની હરાજી 16.60 લાખ રૂપિયામાં થઇ હતી. આ વખતે આસપાસના વિસ્તારોમાંથી લોકો હરાજી માટે આવ્યા હતા, આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના લોકો પણ હાજર રહ્યા હતા.




    આ લાડુ બાલાપુરના જ એર કોલાન રામ રેડ્ડીએ હરાજીમાં તેના નામે કરી હતી. તેના પરિવારજનોએ આ લાડુની હરાજીમાં ભાગ લીધો છે. રેડ્ડીને ચાંદીની થાળી પર મૂકીને લાડુ આપવામાં આવ્યો.



    તેણે આદરપૂર્વક તેને તેના માથા પર મૂક્યુો. બપ્પાની પ્રતિમાને વિદાય આપવા ભક્તો હૈદરાબાદના ખૈરતાબાદ પહોંચ્યા હતા.
    Published by:Bhoomi Koyani
    First published:September 12, 2019, 16:34 pm

    ટૉપ ન્યૂઝ