Home /News /eye-catcher /જેના માટે રાખ્યું કરવા ચોથનું વ્રત, એ જ પતિએ પત્ની અને સસરાને જાહેરમાં ઢીબી નાખ્યા

જેના માટે રાખ્યું કરવા ચોથનું વ્રત, એ જ પતિએ પત્ની અને સસરાને જાહેરમાં ઢીબી નાખ્યા

કરવા ચોથનાં દિવસે ભોજનની જગ્યાએ માર ખવડાવ્યો

Madhya Pradesh Harda: મધ્યપ્રદેશના હરદામાં પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઘરેલું ઝઘડાને લઈને કોર્ટમાં હાજર થવા આવેલા પતિ અને તેના મોટા ભાઈએ જાહેરમાં પત્ની અને તેના પિતાને કરવા ચોથના દિવસે જ મેઈન ગેટની સામે ચપ્પલે ચપ્પલે માર્યા હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Madhya Pradesh, India
મધ્યપ્રદેશ: કરવા ચોથ (Karwa Chauth Fast)ના દિવસે પત્નીઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની મનોકામના રાખીને નિર્જળા વ્રત રાખે છે અને સદા સૌભાગ્યવતીનું વરદાન માંગે છે. આ દિવસ દરેક પરિણીતા માટે ખૂબ જ ખાસ હોય છે. પરંતુ મધ્યપ્રદેશના હરદા (Madhya Pradesh Harda)માં ગુરુવારે સાંજે પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઘરેલું ઝઘડાને લઈને કોર્ટમાં હાજર થવા આવેલા પતિ અને તેના મોટા ભાઈએ જાહેરમાં પત્ની અને તેના પિતાને મેઈન ગેટની સામે ચપ્પલ વડે માર માર્યો (Husband beats his wife & Father-in-Law) હતો. રસપ્રદ વાત એ છે કે પત્નીએ પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખ્યો હતો.

સાસરિયાનો ત્રાસ સહન કરતી રહી પરિણીતા

મળતી માહિતી મુજબ, તિમરનીના વોર્ડ નંબર 2ની ઈન્દ્રા કોલોનીમાં રહેતા સંતોષ કહારની પુત્રી રેણુકા કહારના લગ્ન સિરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મહેન્દ્રગાંવ ગામના રાહુલ કહાર સાથે વર્ષ 2018માં થયા હતા. લગ્નના થોડા દિવસો પછી સાસરિયાઓએ માર મારવાનું શરૂ કર્યું. પરંતુ તેણીએ બધું જ દુઃખ સહન કર્યું.

આ પણ વાંચો: Banaskantha: આ મુસ્લિમ પરીવાર વર્ષોથી હિન્દુ પરીવારના ઘરોને દીવડાથી કરે છે રોશન; વિદેશમાં પણ છે દીવડાની ડિમાન્ડ

પત્ની અને સસરાને માર્યો ચપ્પલ વડે માર

જે બાદ તેણે એક બાળકને પણ જન્મ આપ્યો હતો. પરંતુ છેલ્લા દોઢ વર્ષ પહેલા સાસરિયાંમાં વધુ પડતી હેરાનગતિના કારણે તેણી બાળકી સાથે ટીમરણી ખાતે પિતાના ઘરે રહેવા લાગી હતી. જે બાદ તેણે ફેમિલી કોર્ટમાં પતિ વિરુદ્ધ કલમ 125નો કેસ દાખલ કર્યો હતો. રેણુકાના એડવોકેટ સુદીપ મિશ્રાએ જણાવ્યું કે, કરવા ચોથના કારણે પતિ-પત્નીને સમજાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેથી બંને સાથે રહેવા માટે સંમત થાય. પરંતુ મહિલાના પતિએ પહેલા તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારપછી આગળની હાજર થવાની તારીખ મેળવ્યા બાદ તેણે કોર્ટ પરિસરની બહાર જઈને તેની પત્ની, સસરા અને અન્ય વ્યક્તિને ચપ્પલ વડે માર માર્યો હતો.



પતિ અને જેઠ સામે મહિલાએ નોંધાવી ફરિયાદ

આ દરમિયાન ત્યાં હાજર વકીલો અને અન્ય લોકોએ રેણુકા અને તેના પરિવારને મારપીટ કરનાર બંને ભાઈઓથી બચાવી લીધા હતા. બીજી તરફ, ઘટના બાદ રેણુકાએ તેના પિતા સાથે સિટી કોતવાલીમાં તેના પતિ અને જેઠ વિરુદ્ધ FIR નોંધાવી છે. સિટી કોતવાલી ટીઆઈ રાકેશ ગૌરે જણાવ્યું કે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ 294,323,506,34નો કેસ નોંધ્યો છે અને શાંતિ ભંગ કરવા બદલ 151ની ધરપકડ કરી છે.
First published:

Tags: Husband wife fight, Madhya pradesh, Viral videos