14 વર્ષ પહેલા ગુમ થયેલી પત્ની ઈન્ટરનેટની મદદથી મળી, પત્નીને શોધવા ભટકતો હતો પતિ

News18 Gujarati
Updated: February 24, 2020, 6:17 PM IST
14 વર્ષ પહેલા ગુમ થયેલી પત્ની ઈન્ટરનેટની મદદથી મળી, પત્નીને શોધવા ભટકતો હતો પતિ
પતિ પત્નીની તસવીર

2006માં પ્રમિલાની માનસિક સ્થિતિ અચાનક ખરાબ થઈ ગઈ હતી. આવી સ્થિતિ વચ્ચે એક દિવસ તે અચાનગ ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તેનો પતિ તેને શોધવા માટે નીકળી પડ્યો હતો.

  • Share this:
સુરજપુરઃ ડિજિટલ ક્રાન્તિના આ યુગમાં ઈન્ટરનેટે બે વિખૂટા પડેલા દિલોને 14 વર્ષે મિલન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. છત્તીસગઢના (Chhattisgarh) સૂરજપુર (Surajpur) જિલ્લાના ડુમરિયાથી 14 વર્ષ પહેલા ગુમ થયેલી પત્નીને (Wife) શોધમાં નીકળેલા પતિની શોધ પશ્વિમ બંગાળ (West Bengal) જઈને પુરી થઈ હતી. પત્નીની શોધમાં ઈન્ટરનેટે મહત્વની ભૂમિકા નીભાવી છે. પત્ની પ્રમિલા અને પતિ ભુનેશ્વર યાદ 14 વર્ષ પહેલા વિખુટા પડ્યા હતા. પત્ની પ્રમિલા અચાનક ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ પતિએ તેની શોધ શરૂ કરી હતી. 2006માં જિલ્લાના ભટગાંવ વિસ્તારના ડુમરિયાની રહેનારી પ્રમિલાની માનસિક સ્થિતિ અચાનક ખરાબ થઈ ગઈ હતી. આવી સ્થિતિ વચ્ચે એક દિવસ તે અચાનગ ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તેનો પતિ તેને શોધવા માટે નીકળી પડ્યો હતો.

સૂરજપુરના (Surajpur) ભુવનેશ્વર યાદવની શોધ પશ્વિમ બંઘાલના 24 પરગના જિલ્લામાં પહોંચીને પુરી થઈ હતી. તેની પત્ની હજારો કિલોમિટર દૂર નવા રાજ્ય, નવી ભાષા વચ્ચે માનસિક સ્થિતિ ઠીક ન હોવાના કારણે તેને પોતાના રાજ્યનું નામ અને રસ્તો યોદ નહતો. તેને માત્ર તેના પતિ અને ગામનું નામ યાદ હતું. ધીમે ધીમે તે પોતાની છત્તીસગઢી ભાષા પણ ભૂલી ગઈ હતી. અને ધીમે ધીમે તે સંપૂર્ણ પણે બાંગ્લા ભાષા બોલવા લાગી હતી.

પત્નીની શોધમાં ઘર-ઘર ભટકતો હતો પતિઃ બીજી તરફ પ્રમિલાનો પતિઃ- ભુવનેશ્વર પોતાની પત્નીની શોધમાં ઘર-ઘર ભટકતો હતો. ભુવનેશ્વરના પડોશી રામ રાજવાડાના કહેવા પ્રમાણે પત્નીના ગમમાં પતિ પણ પોતે માનસિક રૂપથી બીમાર લાગવા લાગ્યો હતો. સાઈકલથી ઉત્તર પ્રદેશ રાજ્ય સુધી શોધમાં ચાલ્યો ગયો હતો. બીજી તરફ પત્ની પશ્વિમ બંગાળમાં પોતાની ઓળખ ગુમાવતી જતી હતી. પોલીસે પણ લાંબા સમય સુધી શોધખોળ કરી હતી અને થાકીને ફાઈલ બંધ કરી દીધી હતી.

અંતિમ સંસ્કાર માટે દબાણઃ-

ભુવનેશ્વર પ્રમાણે પત્નીના ગુમ થયાનું દુઃખ અને પાંચ બાળકોનું પાલન પોષણની જવાબદારી વચ્ચે ગુમ પત્નીના અંતિમ સંસ્કાર કરવાનું દબાણ પણ થવા લાગ્યું હતું. પત્ની સકુશળ મળવાની આશામાં મંદિર અને પૂજારીઓના ચક્કર પણ કાપવા લાગ્યો હતો. પોતાની પત્નીના અંતિમ સંસ્કાર કરવાથી બચતો રહ્યો હતો.

ઈન્ટરનેટરનેટનો સહારોઃ-ભુવનેશ્વરે જણાવ્યું કે પત્ની કોલકાત્તા જે અનાથ આશ્રમમાં રહેતી હતી. તેની સંચાલિકા તુલસી માયતીએ ઈન્ટરનેટની મદદનો સહારો લઈને ડુમરિયા ગામને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ ભટગામ પોલીસ સ્ટશન પ્રભારી કિશોર કેવટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસની ટીમ શોધમાં લાગી અને પતિને લઈને કોલકત્તા રવાના ગઈ હતી. પત્ની પ્રમિલાને પરત લાવી હતી. બંને પતિ-પત્નીને મળવાની ઘટનાથી આખું ગામ ખુશખુશ હતું.
First published: February 24, 2020, 6:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading