Home /News /eye-catcher /

પત્નીની ટૂથપેસ્ટ સાથે પતિએ એવું કામ કર્યુ કે મહિલા સીધી પહોંચી હોસ્પિટલ

પત્નીની ટૂથપેસ્ટ સાથે પતિએ એવું કામ કર્યુ કે મહિલા સીધી પહોંચી હોસ્પિટલ

દરરોજની જેમ સવારે ઉઠીને બ્રશ કરી હતી મહિલા, અચાનક જ શરૂ થઇ ગયું ભયાનક દર્દ અને લથડી તબિયત

દરરોજની જેમ સવારે ઉઠીને બ્રશ કરી હતી મહિલા, અચાનક જ શરૂ થઇ ગયું ભયાનક દર્દ અને લથડી તબિયત

  ઘરમાં રોજિંદા ઉપયોગમાં લેવાતી નાની વસ્તુઓ તરફ આપણું ધ્યાન ઘણી વાર નથી હોતુ. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ સ્ટોરીથી લોકો આશ્રયચકિત થઇ ગયા છે. કારણકે ટૂથપેસ્ટના કારણે અમેરિકામાં કેટલાક વર્ષ પહેલા સવારે બ્રશ કર્યા બાદ એક મહિલા અને તેમની દીકરીની તબિયત અચાનક જ ખરાબ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલ જવુ પડ્યુ હતુ.

  જો કે તેમને તેના પાછળનું કારણ સમજાયું ન હતુ, પરંતુ થોડા દિવસો બાદ આ ઘટનાની સત્યતા તેમની સામે આવી, ત્યારે કે આશ્ચર્ય થઇ ગઇ હતી. હકીકતમાં, તપાસ બાદ ખબર પડી કે તેમના પેસ્ટમાં ઝેર મળી ગયું હતું, અને આ હરકત મહિલાના પતિએ પોતે જ કરી હતી. જે તેની હત્યા કરવા માંગતો હતો.  હકીકતમાં કેસ ટેનિસીના કોલોવિર્લી શહેરમાં રહેનારી સ્ટેસી વૉર્ટમેનનો છે, જે ડિસેમ્બર 2014 માં રોજની જેમ વહેલી સવારે ઉઠ્યા બાદ બ્રશ કરી રહી હતી. પરંતુ બ્રશ કર્યા બાદ તેમને મોઢામાં બળતરા અને ભયાનક દર્દ થવા લાગ્યુ. સ્થિતિ બદલાવતા તેણીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેમનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે થોડો સમય લાગ્યો હોત તો મામલો વધુ ખરાબ થઈ શકત.
  સ્ટેસીના પેરેન્ટસને લાગ્યું કે પેસ્ટમાં કંઈક ગડબડ રહી ગઇ છે અને આ જ કારણે બન્નેની તબીયત લથડી. તેથી તેઓએ તે ટૂથપેસ્ટને અલગ રાખી દીધી. જોકે ત્યારે તેઓને તેની હકીતકત વિશે કોઇ અનુમાન ન હતુ. આ ઘટનાના થોડા દિવસો પછી જાન્યુઆરી 2015માં એક દિવસ પોલીસ સ્ટેસીના ઘરે પહોંચી અને આશંકાથી કહ્યું કે ફ્રેડ તેની હત્યા કરવા માંગે છે.  પોલીસએ કહ્યું કે ફ્રેડના ઘરેથી એક પ્રકારના ઝેર સાથે તેનો એક ફોટો મળ્યો છે. ત્યારબાદ સ્ટેસીએ ટુથપેસ્ટની ઘટના યાદ આવી અને તે પોલીસને આ વિશે કહેવા લાગી. પોલીસ તે પેસ્ટને તપાસ માટે મોકલે છે, તપાસ બાદ તેમા ઝેર હોવાની પુષ્ટિ થાય છે.
  ટુથપેસ્ટમાં ઝેરીલા છોડથી બનાવેલ એન્કોનિટમ નામનું ઝેર મળેલુ હતુ. ત્યારે સ્ટેસી અને તેના પરિવારને સમજાય છે કે તેની ઝેહરીલી પેસ્ટ કારણે આ બધું થયું હતું. જો કે પેસ્ટમાં ઝેર મેળવવાનું કામ ફ્રેડે કોની મદદથી કર્યુ, તેની ખબર ન પડી.

  સ્ટેસી અને ફ્રેડ ઓસ્ટન વૉર્ટમેન (39) ની મુલાકાત યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઇ હતી. ઓસ્ટન આગળ વકીલ બની ગયા, ત્યાં જ સ્ટેસી બાળકોને ભણાવવા લાગી. વર્ષ 2000 માં લગ્ન પછી આ બંને કૉલિવિર્લીમાં શિફ્ટ થઈ ગયા. આ કપલનાં ત્રણ બાળકો થયા, જેમાં બે દીકરી અને એક પુત્ર છે. લગ્નના 14 વર્ષ પછી એપ્રિલ 2014માં સ્ટેસીએ ફ્રેડને ખોટા અને દગાખોર ગણાવતા તલાકની અરજી કરી.

  સ્ટેસી કહે છે કે લગ્ન પછીથી જ ફ્રેડ તેને દગો આપી રહ્યો છે. અલગ થયા બાદ ત્રણ બાળકો ફ્રેડ સાથે રહેવા લાગ્યાનું, ત્યાં સ્ટેસી મધ્ય-મધ્યમાં જઇને તેમને મળવા લાગી. સ્ટેસીને લાગી રહ્યુ હતું કે તલાક બાદ ફ્રેડ પણ ખુશ થશે. પરંતુ તેના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું હતું. તેના બદનામી હોવાથી નારાજ ફ્રેડ તેની હત્યાનું પ્લાનિંગ કરવા લાગ્યા.

  તેના માટે તે જેલમાં બંધ એક કેદી સાથે સંપર્ક કરીને તેને 7 લાખ રૂપિયા આપવાની વાત કરી, પણ આ વાત પણ પોલીસને ખબર પડી ગઇ. કોર્ટમાં ચાલેલા કેસ બાદ, ફ્રેડને ટુથપેસ્ટમાં ઝેર મેળવવુ, પત્નીની હત્યા માટે સોપારી આપવી અને હત્યા માટે એક કેદીને પૈસા આપવાના મામલામાં દોષી ઠેરવવામાં આવ્યો. આ મામલામાં ફ્રેડને 30 વર્ષની જેલની સજા થઈ, જેમાં 10 વર્ષ પછી તેને પેરોલ મળી શકે છે.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Ajab Gajab, Poisoning, Toothpaste

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन