પત્નીનાં શોખ પૂરા કરવામાં પતિ થયો કંગાળ, રૂ. 1.40 કરોડનું ઘર પણ વેચી નાખ્યું!

પ્રતિકાત્મક તસવીર

અમિતે પત્નીના શોખ પૂરા કરવા માટે તેનું પૈતૃક ઘર પણ રૂ. 1.40 કરોડમાં વેચી દીધું હતું. જેમાંથી અમિતના ભાગમાં રૂ. 70 લાખ આવ્યા હતા. રૂ. 23 લાખનું દેવું ચુકવ્યા બાદ પણ તેના હાથમાં રૂ. 47 લાખ બચ્યાં હતાં.

 • Share this:
  ઝારખંડના રાંચી શહેરના ફેમિલી કોર્ટમાં એક અજબ-ગજબ મામલો સામે આવ્યો છે. અહીં પત્નીના શોખ પૂરા કરતાં કરતાં એક પતિ કંગાળ થઈ ગયો છે, એટલું જ નહીં તે રસ્તા પર આવી ગયો હતો. પત્નીના શોખ જ્યાં સુધી પૂરા થતાં રહ્યા ત્યાં સુધી બધુ બરાબર ચાલ્યું હતું, પરંતુ જેવો પતિ તેની પત્નીના શોખ પૂરા કરવામાં અસમર્થ બન્યો કે પત્ની ફેમિલી કોર્ટમાં પહોંચી હતી. એટલું જ નહીં પત્નીએ પતિ પાસેથી ખાધાખોરાકીની માંગણી કરતા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

  પત્નીના શોખે બનાવ્યો કંગાળ

  મળતી માહિતી પ્રમાણે ઝારખંડની રાજધાની રાંચીના અમિતે (નામ બદલ્યું છે) વર્ષ 2004માં પરિવારની ઇચ્છાથી પોતાના પ્રેમિકા અર્ચના (નામ બદલ્યું છે) સાથે લગ્ન કર્યાં હતાં. થોડા વર્ષ પછી બંનેને ત્યાં એક બાળકનો જન્મ થયો હતો. પત્નીના મોંઘા કપડાં અને ફાઇવ સ્ટાર હોટલોમાં જમવાના શોખને કારણે અમિત પર દેવું થઈ ગયું હતું. છેલ્લા 8-9 વર્ષમાં પત્નીના આવા શોખ પૂરા કરવા પાછળ અમિતે રૂ. 23 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. દેવાને કારણે અમિત તણાવમાં રહેવા લાગ્યો હતો અને એક દિવસ તેની નોકરી પણ ચાલી ગઈ હતી.

  જ્યારે અમિતે પત્નીને કહ્યું કે હવે તે તેના શોખ પૂરા નહીં કરી શકે ત્યારે મામલો બીચક્યો હતો અને પત્ની કોર્ટ પહોંચી હતી. પત્નીએ પોતાના બાળક માટે ખાધાખોરાકીની માંગણી કરતા કોર્ટમાં કેસ કર્યો હતો. પત્નીએ માંગણી કરી છે કે પતિ પહેલા તેના બધા શોખ પૂરા કરતો હતો કે હવે કેમ નથી કરતો? હવે પત્ની દર વખતે કોર્ટે નક્કી કરેલી તારીખમાં બાળક સાથે હાજર રહે છે અને ખાધાખોરાકીની માંગણી કરે છે.  પત્ની ન માની!

  અમિતે પત્નીના શોખ પૂરા કરવા માટે તેનું પૈતૃક ઘર પણ રૂ. 1.40 કરોડમાં વેચી દીધું હતું. જેમાંથી અમિતના ભાગમાં રૂ. 70 લાખ આવ્યા હતા. રૂ. 23 લાખનું દેવું ચુકવ્યા બાદ પણ તેના હાથમાં રૂ. 47 લાખ બચ્યાં હતાં. આ 47 લાખ રૂપિયા પણ પતિએ તેની પત્ની પાછળ ખર્ચી નાખ્યા હતા. જે બાદમાં પણ પત્નીના શોખ ઓછા થયાં ન હતાં. જે બાદમાં પતિ અમિતે પોતાની પાસે કંઈ ન રહ્યું હોવાનું કહીને પત્નીને શોખ પૂરા નહીં કરવાનું જણાવ્યું હતું. જે બાદમાં પત્ની કોર્ટમાં પહોંચી હતી અને બંનેને સંબંધ તૂટવાની કગાર પર છે.

  કોર્ટે એવો પ્રયાસ કરી રહી છે કે બંનેના સંબંધો ફરીથી સામાન્ય થઈ જાય અને અમિત પોતાનો પરિવાર ફરીથી શરૂ કરે. અમિત એક સેવાનિવૃત્ત અધિકારીનો પુત્ર છે. પરિવારની મરજીથી તેણે પોતાના પ્રેમિકા સાથે 2004માં લગ્ન કર્યા હતાં. અમિતને જેટલો પગાર મળતો હતો તેનાથી વધારે તે તેની પત્નીના શોખ પૂરા કરવામાં વાપરતો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: