એક પુખ્ત હંપબેક વ્હેલનો વજન અંદાજીત 26 હજાર કિલો સુધી હોય શકે છે. આટલી વજનવાળી હોવા છતાં તે સમુદ્રમાં પોતાની કલાબાજી બતાવે છે કે જેને જોનારા હેરાન થઈ જાય છે. એવામાં એક 40 ટનની વ્હેલનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયો તો ઘણો જુનો છે. પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયોએ ધૂમ મચાવી છે.
વીડિયોમાં નજર આવે છે કે એક 40 ટનની ભયાનક વ્હેલ માછલી પાણીની બહાર આવે છે. અને હવામાં કલાબાજી કરે છે. કેટલીક વેબસાઈટની ખબરો અનુસાર આ પહેલી વખત બન્યું છે કે કોઈ હંપબેક વ્હેલને હવામાં ફિલ્માવવામાં આવી હોય.
આ વીડિયો સ્કુબા ડાઈવર ક્રેગ કેપહાર્ટ દ્વારા દક્ષિણ અફ્રીકાના બોટે તટ નજીક શૂટ કરવામાં આવ્યો. યુટ્યૂબ પર આ વીડિયોને પોસ્ટ કરતા ક્રેગએ જણાવ્યું કે ડોલફિન અને ગ્રેટ વાઈટ શાર્કને પાણીની બહાર હવામાં તરતી જોવા મળી. પરંતુ આ પહેલી વાર છે કે કોઈ પુખ્ત હંપબેક વ્હેલને આ રીતે ફિલ્માવવામાં આવી હોય.