Home /News /eye-catcher /

સાપની જેમ માણસજાત પણ ઝેરી બની જશે, મનુષ્યની લાળમાં ઝેરને લઈ થયેલા સંશોધનમાં મળ્યા આશ્ચર્યજનક પરિણામ

સાપની જેમ માણસજાત પણ ઝેરી બની જશે, મનુષ્યની લાળમાં ઝેરને લઈ થયેલા સંશોધનમાં મળ્યા આશ્ચર્યજનક પરિણામ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

વૈજ્ઞાનિકોએ એવા જનીનો શોધ્યો છે જે વાઇપર સાપમાં ઝેરમાં જોવા મળે છે. આ અધ્યયનમાં સાપની ઝેરી ગ્રંથીઓ અને સસ્તન પ્રાણીઓની લાળની ગ્રંથીઓ વચ્ચેની કડી મળી છે.

નવી દિલ્હી: "જીભમાં ઝેર છે" તેવો ટોણો તો દરેકે સાંભળ્યો હશે. જોકે, આ વાત સાબિત થવાં જઈ રહી છે. ઉત્ક્રાંતિ (evolution)ના કારણે માનવ શરીરમાં ઘણા બદલાવ આવ્યા છે. આ ઉત્ક્રાંતિ હજુ ચાલુ જ છે, ત્યારે ભવિષ્યમાં માનવીની લાળ ઝેરી થઈ જશે તેવુ એક અધ્યયનમાં જાણવા મળ્યું છે. ઓકિનાવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગ્રેજ્યુએટ યુનિવર્સિટી (Okinawa Institute of Science and Technology Graduate University)ના સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે, મુખની ઉત્ક્રાંતિ માટે જરૂરી આનુવંશિક પાયાઓ સસ્તન અને સરિસૃપ એમ બંનેમાં છે. મનુષ્ય પણ ભવિષ્યમાં ઝેર ઓકી શકે છે. એકંદરે મનુષ્યના મુખમાં ઝેર (Venom) રહેશે.

વૈજ્ઞાનિકોએ એવા જનીનો શોધ્યો છે જે વાઇપર સાપમાં ઝેરમાં જોવા મળે છે. આ અધ્યયનમાં સાપની ઝેરી ગ્રંથીઓ અને સસ્તન પ્રાણીઓની લાળની ગ્રંથીઓ વચ્ચેની કડી મળી છે. અધ્યયનના હરોળના લેખક અગ્નીશ બરુઆએ ડેઇલી મેઇલને જણાવ્યું હતું કે, "ઝેર એટલે પ્રોટીન કોકટેલ. જેને પ્રાણીઓએ શિકારને સ્થિર રાખવા અને મારવા તેમજ આત્મરક્ષણ માટે શસ્ત્ર છે. કરોળિયા, વીંછી, જેલીફિશ, સાપમાં ઝેર જોવા મળે છે. આ તમામ ઝેરી પ્રાણીઓમાં મોઢામાં લાળ હોવાની સમાનતા છે.

આ પણ વાંચો: સુરતમાં અસામાજિક તત્વોનો આતંક: યુવકનું અપહરણ કરી સળીયાથી માર માર્યો, બનાવ સીસીટીવીમાં કેદ

આ સંશોધનમાં અનેક રહસ્યો ઉપરથી પડદો ઊંચકાયો હતો. અગાઉ અભ્યાસમાં જનીનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઝેર એક પ્રકારનો પ્રોટીન માટેનો કોડ છે, પરંતુ આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે, જુદા જુદા જનીનો કેવી રીતે સંપર્ક કરે છે. ઝેરની ઉત્પત્તિ પહેલા હાજર રહેલા જનીનો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું બરુઆએ સમજાવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટની કરુણ ઘટના: અગાસી પર કપડાં સૂકવતા ગૃહિણી ACના આઉટડોર યુનિટમાં આગ લાગતા ભડભડ સળગ્યાં

સંશોધકોએ તાઇવાનના હબુ સાપના ઝેરનો અભ્યાસ કર્યો હતો અને લગભગ 3,000 ગ્રંથીઓ ઓળખી કાઢી હતી. જે પ્રોટીન ઉત્પન્ન કરીને કોષોને તાણથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બરુઆએ કહ્યું કે ઝેર ગ્રંથીઓ લાળ ગ્રંથીઓમાંથી વિકસિત થઈ હોવાના સિદ્ધાંતને સમર્થન આપતો આ પ્રથમ પુરાવો મળ્યો છે.

આ પણ વાંચો: સુરત: રૂપિયા પડાવવા 10 લોકોની ટોળકીએ ઘડ્યો ખતરનાક પ્લાન, યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો બનાવ્યો

વૈજ્ઞાનિકોએ સસ્તન પ્રાણીઓની લાળ ગ્રંથીઓનો પણ અભ્યાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, તેમના જનીનોમાં પણ સાપના ઝેર ગ્રંથીઓની જેમ ગતિવિધિ હતી. સસ્તનવર્ગના પ્રાણીઓમાં લાળ ગ્રંથીઓની જેમ અન્ય પ્રાણીઓ ઝેરી ગ્રંથી પ્રાચીન કાળથી જોવા મળે છે. લાખો વર્ષોથી ઉત્ક્રાંતિ થતી આવી છે.

આ પણ વાંચો: મોંઘવારીનો માર! આજથી આટલી વસ્તુઓ બની મોંઘી, જાણો તમારે કેટલી વધારે કિંમત ચૂકવવી પડશે

ઘણા પ્રાણીઓની લાળમાં ઝેર હોય છે. 1980માં થયેલા સંશોધન મુજબ ઉંદરની લાળમાં ઝેર મળી આવ્યું હતું. બરૂઆના મત મુજબ પ્રાણીઓના મોઢામાં અનેક પ્રકારના ઝેર હોય છે. બરુઆએ ઉમેર્યું હતું કે, જો યોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સારી રીતે પ્રજનન સફળતા મળે તો હજારો વર્ષોમાં આપણને ઝેરી ઉંદરો જોવા મળશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિમાં માણસો પણ ઝેરી બની શકે છે.
First published:

Tags: Human, Research, Science, Snake, Venom, અભ્યાસ

આગામી સમાચાર