શ્વાનના કાનમાં વ્હિસપરિંગ કરવાથી તે શું રિએક્શન આપે છે, જુઓ આ Video

શ્વાનના કાનમાં વ્હિસપરિંગ કરવાથી તે શું રિએક્શન આપે છે, જુઓ આ Video
વીડિયોમાંથી કેપ્ચર કરાયેલી શ્વાન અને તેના માલિકની તસવીર

શ્વાન કાનમાં કંઈ પણ કહેતા પહેલા ધ્યાન રાખો કે, તણાવ ભરેલ પરિસ્થિતિમાં તેની પ્રતિક્રિયા પર અસર થઈ શકે છે.

  • Share this:
જ્યારે તમે તમારા કૂતરાના કાનમાં ફૂસફૂસ કરો છો ત્યારે તે શું રિએક્શન આપે છે? પાલતુ પ્રાણીઓની શ્રવણશક્તિ માણસ કરતા 100,000 ગણી અધિક છે. તે છતા પાલતુ પ્રાણીઓ સાથે ઊંચા અવાજમાં વાતચીત કરવામાં આવે છે. વૈજ્ઞાનિક જણાવે છે કે, તમે તેને શું કહો છો તે મહત્વનું નથી પરંતુ કેવી રીતે કહો છો, તે વધુ મહત્વનું છે. પાલતુ પ્રાણી તમારા આદેશ કરતા તમારા અવાજ પર પહેલા પ્રતિક્રિયા આપે છે.

એક વ્યક્તિનો તેના પાલતુ કૂતરા સાથેનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં તે વ્યક્તિ તેના સૂતા કૂતરાના કાનમાં કંઈક કહી રહ્યો છે. વિડીયો સૌથી પહેલા વોઈસ ઓવરથી શરૂ કરવામાં આવે છે, જેમાં કૂતરાને સૌથી વધુ ગમતો શબ્દ તેના કાનમાં કહેવાનું જણાવવામાં આવ્યું છે. વિડીયોના બેકગ્રાઉન્ડમાં એક ડ્રામેટિક મ્યુઝીક વાગે છે. કૂતરુ તે વ્યક્તિના હાથમાં આરામથી સુતુ છે. તે વ્યક્તિ કૂતરાના કાનમાં “walkies” કહે છે. તે બાદ કૂતરાનું રિએક્શન જોવાલાયક છે.

વિડીયોમાં કૂતરાના કાનમાં વિસ્પરિંગ કર્યા બાદનું રિએક્શન જોવા મળે છે. કૂતરુ ધીમેથી ઊઠે છે, પરંતુ એકાએક તે ચોંકી જાય છે. તેની આંખો પહોળી થઈ જાય છે, અને કાન મોટા થઈ જાય છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર 12 એપ્રિલે શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને કમેન્ટ પણ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો કૂતરાનું રિએક્શન જોઈને આશ્ચર્યમાં છે. એક યૂઝરે કમેન્ટ કરી કે, “કૂતરુ દોડવા માટે તૈયાર છે”.

કૂતરાના કાનમાં કંઈ પણ કહેતા પહેલા ધ્યાન રાખો કે, તણાવ ભરેલ પરિસ્થિતિમાં તેની પ્રતિક્રિયા પર અસર થઈ શકે છે. આ વિડીયો જોઈને અન્ય યૂઝરે કમેન્ટ કરી કે, “My man came back to life.”
Published by:News18 Gujarati
First published:April 24, 2021, 15:10 IST

ટૉપ ન્યૂઝ