Home /News /eye-catcher /

Video: પાણીમાં જોવા મળ્યું માનવ ચહેરા જેવું પ્રાણી, માછલી છે કે કંઈક બીજું!

Video: પાણીમાં જોવા મળ્યું માનવ ચહેરા જેવું પ્રાણી, માછલી છે કે કંઈક બીજું!

વીડિયોમાં એક વિચિત્ર પ્રાણી પાણીમાં તરતું જોવા મળે છે.

Ghost Koi Fish: વીડિયોમાં એક વિચિત્ર પ્રાણી (Weird Animal) પાણીમાં તરતું જોવા મળે છે, જેનો ચહેરો માનવ અથવા માનવ હાડપિંજર (Human Faced Fish Video) જેવો દેખાય છે. આ વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો.

    Human Faced Fish Video: સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં કેટલાક વીડિયો (Viral Video On Social Media) એવા છે જે આપણને આશ્ચર્યચકિત કરી દે છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર છે. આ વીડિયોમાં પાણીની અંદર એક અનોખુ જીવ તરતુ જોવા મળી રહ્યું છે, જેને જોઈને જાણવું મુશ્કેલ છે કે તે શું છે? તે માછલી જેવુ દેખાય છે, પરંતુ ચહેરો (Human Faced Fish) માણસો જેવો જ છે.

    વીડિયોમાં એક વિચિત્ર પ્રાણી પાણીમાં તરતું જોવા મળે છે, જેનો ચહેરો માનવ અથવા માનવ હાડપિંજર જેવો દેખાય છે. આ વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ લોકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે.

    છે શું આ વિચિત્ર પ્રાણી?
    વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક માછલી નદીમાં તરી રહી છે. તે દૂરથી તરીને આવી રહી છે અને તેનો ચહેરો માનવ જેવો દેખાય છે. આ માછલીને જોઈને લોકો દંગ રહી જાય છે.





    આ પણ વાંચો: બેક્ટેરિયા દૂર કરશે તળાવોમાંથી પ્લાસ્ટિકનું પ્રદૂષણ, ખોરાક તરીકે કરશે ઉપયોગ

    જેમ જેમ આ પ્રાણી પાણીના કિનારે પહોંચે છે તેમ તેમ તેનો ચહેરો વધુ સ્પષ્ટ થતો જાય છે. આ પ્રાણીનું શરીર બિલકુલ માછલી જેવું છે, પરંતુ ચહેરો માનવ અથવા માનવ ખોપરી જેવો છે. ઘણા યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે આ માનવ છે કે બીજું કંઈક.

    આ પણ વાંચો: નીચે ન ઝૂકવાનું શખ્સને પડ્યું ભારે, થઈ ગયો કાંડ! જુઓ વીડિયો

    આ છે આ જીવનું સત્ય...
    આ વીડિયો ડોક્ટર અજયિતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને 63 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. વીડિયો અંગે એક યુઝર કહે છે કે તે ઘોસ્ટ કોઈ માછલી છે. આ માછલીની ખાસિયત એ છે કે તે બિલકુલ માણસ જેવી છે. માણસોની જેમ માછલીની આંખો મોટી હોય છે અને ચહેરા પરનું બંધારણ પણ માણસો જેવું રહે છે. ઘણા લોકોએ આ પ્રાણીને પહેલીવાર જોવા વિશે ટિપ્પણી કરી અને વાત કરી.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG VIDEO, Viral videos, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन