નવી દિલ્હીઃ શું તમારી આંખો તેજ છે? જો તમારી આંખો તેજ છે તો અમે આપના માટે આજે એક એવી તસવીર (Social media Pics) લઈને આવ્યા છીએ, જેમાં આપને એક વિશાળ અજગર (Python)ને શોધવાનો છે. હવે તમે વિચારતા હશો કે એક તસવીરમાં અજગરને શોધવો એ શું મોટી વાત છે! ચોક્કસ તમને એવું લાગતું હોય કે આ ખૂબ સરળ કામ છે, પરંતુ આ તસવીરમાં અજગરને શોધવા માટે આખું સોશિયલ મીડિયા (Social Media) ‘ગાંડું’ થઈ ગયું છે.
આ તસવીરને જે પણ જોઈ રહ્યા છે ભૂસાના ઢગલામાં સોય શોધવાની વાત કરી રહ્યા છે અનેક યૂઝર્સ તો મગજ અને આંખ દોડાવીને થાકી ચૂક્યા છે, પરંતુ તેમને અજગર મળ્યો નથી. જુઓ આ તસવીર અને જણાવો કે શું તમે આ અજગરને શોધી કાઢ્યો?
આ તસવીરને એક ફેસબુક યૂઝરે શૅર કરી છે. આ તસવીરને શૅર કરતાં યૂઝરે લખ્યું કે, ઘરના બગીચામાં 8 ફુટ કાર્પેટ પાઇથન છુપાયેલો છે. એક નજર કરો અને જુઓ કે શું તમે તેમાં અજગરને શોધી શકો છો. આ તસવીરને શૅર કર્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર અજગરને શોધવામાં લાગી ગયા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર