લિવિંગ રૂમમાં છુપાયો છે 12 ફુટનો અજગર, પરંતુ તમે શોધી નહીં શકો

News18 Gujarati
Updated: July 26, 2019, 3:17 PM IST
લિવિંગ રૂમમાં છુપાયો છે 12 ફુટનો અજગર, પરંતુ તમે શોધી નહીં શકો
આ ઘરના લિવિંગ રૂમમાં 12 ફુટનો અજગર છુપાયેલો છે, તમે પણ તેને શોધવાનો પ્રયાસ કરી શકો છો

આ ઘરના લિવિંગ રૂમમાં 12 ફુટનો અજગર છુપાયેલો છે, તમે પણ તેને શોધવાનો પ્રયાસ કરી શકો છો

  • Share this:
ઓસ્ટ્રેલિયાના ક્વીસલેન્ડમાં ઘરમાં એક અજગર ઘૂસી આવ્યો. અજગરને હટાવવા માટે પરિવારે સ્થાનિક સર્વિસ સનસાઇન કોસ્ટ સ્નેક કેચર્સને બોલાવ્યા, જેઓએ અજગરને રેસ્ક્યૂ કરવાની સાથે પોતાના ફેસબુક ફોલોઅર્સને એક નાની ચેલેન્જ આપી.

તેઓએ લખ્યું કે, સાપને શોધો! અમે થોડા સમયથી આ ખેલ નથી રમ્યા, તેથી જુઓ કે તમે કેવી રીતે રમો છો. જો તમે સાપની પ્રજાતિ જણાવી શકો છો તો તેના માટે વધારાના પોઇન્ટ! હું આજ રાત્રે કે કાલ સવાર સુધી જવાબ પોસ્ટ કરીશ.

આ ખૂબ જ કઠિન છે તેથી હું આપને એક ક્લૂ આપીશ. 'સવારે સાપ સૌથી વધુ શું પસંદ કરે છે?'

આ પણ વાંચો, બિહારમાં આકાશમાંથી પડ્યો 15 કિલોનો વિચિત્ર પથ્થર, નીતીશ કુમારે કરી જાત તપાસ

અનેક લોકોએ સાપને શોધવા માટે પોતાનું મગજ દોડાવ્યું, પરંતુ તેઓ સફળ ન રહ્યા. ત્યારબાદ સનસાઇન કોસ્ટ સ્નેક કેચર્સે અજગરનો એક વીડિયો શેર કરીને આ સસ્પેન્સને ખતમ કરી દીધું.

તેઓએ લખ્યું કે, આ કાલનો સ્પોટ ધ સ્નેક પોસ્ટનો વીડિયો છે. કાર્પેટ પાઇથન સૌથી સામાન્ય અજગર છે, જેને અમે પકડીએ છીએ અને એવું લાગે છે કે તેને માણસોથી કોઈ પરેશાની નથી. તે અનેકવાર આ પ્રકારના મનોરંજક ક્ષેત્રોમાં ફરશે અને માણસો આસપાસ હોવા છતાંય પણ પાછળ નહીં હટે. સાપોની મોટાભાગની પ્રજાતિ કોઈ પાસે હોય તો છુપાવા માટે ભાગી જાય છે.આ પણ વાંચો, બની રહી છે નદીમાં તરતી હોટલ, અત્યારથી જ બૂકિંગ શરુ
First published: July 26, 2019, 3:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading