વિદ્યાર્થીઓ ઘરે જઈને પોતાના ડાઉટ સોલ્વ કરવા માટે શિક્ષકો નો સંપર્ક કરે તો શિક્ષકો ઓનલાઇન ઓફલાઇન માધ્યમથી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ શાળાએથી ઘરે ગયા બાદ કંઈ કરતા નથી હોતા...
Shivam Purohit, Panchmahal : રાજ્યમાં ધોરણ 10 માં બોર્ડનું પરિણામ (10th Result) જોહેર થયું હતું જે બાદ જિલ્લાની વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 10 બોર્ડ પાસ કરીને આવતા વિદ્યાર્થીઓને સાયન્સ, કોમર્સ, અને આર્ટસમાં એડમિશન પ્રક્રિયા બાદ એડમિશન આપવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લાના ગોધરા શહેર (Godhra City) માં આવેલ પ્લાઝમાં ઈન્સન્ટીટ્યુટમાંવિજ્ઞાન પ્રવાહમા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને બોર્ડની તૈયારીઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પણ વિદ્યાર્થીઓને તૈયારી કરાવવામાં આવે છે.
શાળામાં મેરીટ પ્રમાણે એડમિશન આપવામાં આવે છે.
ધોરણ10 બાદ ઘણા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ તેમજ વાલી વર્ગ માટે એક મોટો પ્રશ્ન એ હોય છે કે 11 સાયન્સમાં બાળકોને કઈ શાળામાં દાખલ કરવા કે જેથી હાલના સમયે ફક્ત ગુજરાત બોર્ડ નહીં પરંતુ આવતી સ્પર્ધાત્મક પરીક્ષાજેવીકે જેઈઈ(JEE)તથા નીટ માટે પણ યોગ્ય તૈયારી થઈ શકે.ત્યારે ગોધરા ખાતે પરમ એવન્યુ બામરોલી રોડ વાવડી ખાતે આવેલી પ્લાઝમા ઇન્સ્ટીટ્યુટ ના સંચાલક રોનક પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેમની શાળામાં ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી તથા મેથ્સ વિષયોમાં ખુબજ ઝીણવટપૂર્વક વિદ્યાર્થી ઉપર ધ્યાન આપવામાં આવે છે વિદ્યાર્થી નબળો હોય કે હોશિયાર હોય દરેક વિદ્યાર્થી ઉપર અંગત રીતે ધ્યાન આપવામાં આવતું હોય છે.
વિદ્યાર્થીઓ માટે ભણતરનું સેશન શાળામાં યોગ્ય રીતે રાખવામાં આવે છે.
તેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘરે જઈને પોતાના ડાઉટ સોલ્વ કરવા માટે શિક્ષકોનો સંપર્ક કરે તો શિક્ષકો ઓનલાઈન ઓફલાઈન માધ્યમથી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ શાળાએથી ઘરે ગયા બાદ કંઈ કરતા નથી હોતા તેથી સાતથી આઠ કલાકનું ભણતરનું સેશન શાળામાં યોગ્ય રીતે રાખવામાં આવે છે.વિદ્યાર્થીઓને સારૂ ભણતર મળી શકે તે પ્રમાણે સ્કૂલમાં શિક્ષણ આપવામાં આવે તેવા તમામ પ્રકારની સગવડથી સજજ છે ઈન્સટીટ્યૂટ.
ગોધરા ખાતે આવેલી પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટે વાલી ધોરણ 10ના પરિણામ સાથે પોતાના બાળકને લઈને ગોધરા ખાતે આવેલા પરમ એવેન્યુ મા રૂબરૂ મુલાકાત કરી શકે છે સાથે-સાથે વધુ વિગત મેળવવા માટે 9978786515,9978786514 નંબરો ઉપર સંપર્ક પણ કરી શકે છે.