મુઘલકાળમાં દિવાળીની રાત્રે મહેલ પર 40 યાર્ડ ઉંચો 'આકાશ દિવો' પ્રગટાવાતો હતો

News18 Gujarati
Updated: October 27, 2019, 7:22 AM IST
મુઘલકાળમાં દિવાળીની રાત્રે મહેલ પર 40 યાર્ડ ઉંચો 'આકાશ દિવો' પ્રગટાવાતો હતો
મુઘલકાળની દિવાળીની ઉજવણીનું ચિત્ર ((image: San Diego Museum of Art)

મુઘલ બાદશાહ 'જશ્ન-એચરાગા' એટલે કે દિવાળીની ઉજવણી કરતા હતા.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : દિવાળી (Diwali)ના પર્વ સાથે અનેક રોચક વાતો જોડાયેલી છે પરંતુ જો કોઈ તમને એક કહે કે દિવાળી મુઘલ શાસનકાળમાં (Mughal Emperor) પણ ઉજવાતી હતી તો તમે માની શકો? ઇતિહાસના પાના ઉથલાવતા માલુમ પડે છે કે દિવાળીની ઉજવણી મુઘલ બાદશાહો પણ કરતા હતા. ઇતિહાસમાં ઉલ્લેખ છે કે મુઘલ શાસનકાળમાં શાહજહાંના વખતે લાલ કિલ્લા સહિત દિવાળી ઉજવાતી અને મહેલમાં 40 યાર્ડ ઉંચો 'આકાશ દિવો' પ્રગટાવાતો હતો જે દિવાળીની રાત્રે આખી રાત પ્રગટતો રહેતો હતો.

યૂરોપીયન પ્રવાસીઓના પુસ્તકોમાં દિવાળીની આ ઉજવણીનો વિશેષ ઉલ્લેખ છે. દિવાળીની ઉજવણી મુગલ સાશનમાં બાબરના વખતથી શરૂ થઈ હતી. મુઘલ શાસનકાળમાં 1562માં બાબરથી લઈને 1857માં બહાદરુ શાહ બીજા સુધી દિવાળી ઉજવાતી હતી. મુઘલકાળમાં ઉજવાતી દિવાળીને ' જશ્ન-એ-ચરાગાના નામે ઓળખાતી હતી. દિલ્હીને શાહજહાંએ શાહજહાનાબાદ નામ આપ્યું હતું જે બાદમાં દિલ્લી અને દિલ્હી તરીકે ઓળખાયું.

હિંદુ મુસ્લિમ સાથે ઉજવણી કરતા

ઇંગ્લેન્ડના પ્રવાસી એન્ડ્ર્યૂ 1904માં દિલ્હી આવ્યા હતા અન ેતેમણે મુંશી જકાઉલ્લાહ સાથે મુલાકાત કરી હતી. જકાઉલ્લાહ સાથે લાલ કિલ્લામાં એન્ડ્ર્યૂએ મુલાકાત કરી હતી અને લાલ કિલ્લાની મુલાકાતનું વર્ણન Zakaullah of Delhi નામના પુસ્તકમાં કર્યુ હતું. તેમણે લખ્યું હતું કે હિંદુ-મુસ્લિમ ધાર્મિક તહેવારોની ઉજવણી સાથે મળી કરતા હતા.

અકબરે આગરાથી દિવાળીની ઉજવણીની શરૂઆત કરી હતી
મુઘલ બાદશાહ અકબરે તેમના શાસનકાળમાં 1556થી આગરાથી દિવાળીની ઉજવણીની શરૂઆત કરી હતી. જ્યારે શાહજહાએ આ તહેવારને આકાશ દિવાના નામથી ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. શાહજહા મુઘલ મહેલાનો ધ્રુવ પર 40 યાર્ડ ઉંચો વિશાળ દિવો લગાવતા હતા જે દિવાળીની આખી રાત પ્રગટતો રહેતો.

મુઘલ સામ્રાજ્ય અંતિમ બાદશાહ બહાદુર શાહ ઝફરના શાસનમાં લક્ષ્મી પૂજા થતી હતી. (image: Victoria and Albert Museum)


લક્ષ્મી પૂજા

મુઘલ સામ્રાજ્ય અંતિમ બાદશાહ બહાદુર શાહ ઝફરના શાસનમાં લક્ષ્મી પૂજા થતી હતી. કૉલમિનસ્ટ ફિરોઝ બખ્ત અહેમજ લખે છે કે દિલ્હીમાં પૂજાની સામગ્રી ચાંદની ચોકના કટરા નીલથી લાવવામાં આવતી હતી અને લાલ કિલ્લામાં લક્ષ્મી પૂજા થતી હતી.

દિવાળી દરમિયાન દિલ્હીની જામા મસ્જીદ પાછળ આતશબાજી કરવામાં આવતી હતી. ( પ્રતિકાત્મક તસવીર, Image:, Wikipedia, National Museum)


આતશબાજી

ફિરોઝે ટાંક્યા મુજબ દિવાળી દરમિયાન દિલ્હીની જામા મસ્જીદ પાછળ આતશબાજી કરવામાં આવતી હતી. શાહજહાંના શાસનકાળમાં દિવાળીની આતશબાજી જોવા માટે મલ્લિકાઓ, શહેજાદીઓ અને શહજાદાઓ કુત્તુબમીનાર ખાતે જતા હતા.
First published: October 27, 2019, 7:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading