તારી હાક સુણીને કોઈ ના આવે રે તો એકલો જાણે રે.. ભૂલકાઓને ભણાવવાનું અદભુત અભિયાન છેડાયું

પ્રતિકાત્મક તસવીર

આ બાળકો લોઅર કેજીથી લઈ ધોરણ ત્રણ સુધીનાં હતા. જેમની પાસે સ્માર્ટફોન ન હોવાથી તેમને ઓનલાઇન ક્લાસીસ પોસાય તેમ ન હતા. આવી સ્થિતિમાં યુવા મહિલા કાર્યકરે આવા ભૂલકાઓને શિક્ષણ અપવાનું શરૂ કર્યું.

 • Share this:
  તેલંગણા: કોરોના મહામારી બાદ ઓનલાઈન શિક્ષણનું ચલણ વધ્યું છે. જોકે, શિક્ષણની સરળતા થતા કેટલાક પડકાર પણ સામે આવ્યા છે. ખાસ કરીને જરૂરિયાતમંદ બાળકો મોબાઈલ અને ઈન્ટરનેટના અભાવના કરણે અભ્યાસ કરી શકતા નથી. આવી જ સ્થિતિ તેલંગાણાના હનમકોંડા વિસ્તારમાં ઉભી થઇ હતી જ્યાં કેટલાક બાળકોનો અભ્યાસ થંભી ગયો હતો. જોકે, 24 વર્ષીય એસ વણજા આવા ભુલાકાઓના વહારે આવ્યા હતા.

  ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલથી જાણવા મળ્યું હતું કે, આ યુવા મહિલાએ 20 જેટલા બાળકોને શિક્ષણ આપવાનો સેવા યજ્ઞ શરૂ કર્યો હતો. આ મહિલા ખુલ્લા નાળા પાસે બાળકોને શિક્ષણ આપતી હતી.  આ બાળકો લોઅર કેજીથી લઈ ધોરણ ત્રણ સુધીનાં હતા. જેમની પાસે સ્માર્ટફોન ન હોવાથી તેમને ઓનલાઇન ક્લાસીસ પોસાય તેમ ન હતા. આવી સ્થિતિમાં યુવા મહિલા કાર્યકરે આવા ભૂલકાઓને શિક્ષણ અપવાનું શરૂ કર્યું. આ વિસ્તારમાં મોટા ભાગના પરિવારો મહારાષ્ટ્ર અથવા તો છત્તીસગઢથી આવીને વસવાટ કરી રહ્યા છે. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ છે, જેથી તેઓ બાળકોને ઓનલાઇન ક્લાસીસ માટે સાધન સામગ્રી પૂરી પાડી શકે તેમ નથી. આ બાળકોના પરિવારો છેલ્લા 2 દાયકાથી સરકારી જમીનમાં બનેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઝૂંપડામાં રહે છે.

  પોતાની આપવીતી વર્ણવતા એસ વણજાએ જણાવ્યું હતું કે, “જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું, અને મારા માતા એકમાત્ર કમાનાર હતા. મારે તેમને દુકાન ચલાવવામાં મદદ કરવી પડી. તેથી હું મારું ભણતર ચાલુ રાખી શકી નહીં”

  એકંદરે મહિલા કાર્યકરએ પોતે નાનપણમાં આર્થિક ખેંચના કારણે ભણી શક્યા ન હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. જોકે અન્ય ભૂલકાઓને આવી મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે તેમને શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે.
  Published by:Margi Pandya
  First published: