જાણો, કોબી ખરીદવા ગયેલી મહિલા કેવી રીતે બની ગઇ કરોડપતિ?

આ મહિલા જ્યારે ઘરે પહોંચી ત્યારે આશ્રયચકિત થઇ ગઇ.

News18 Gujarati
Updated: December 8, 2018, 1:24 PM IST
જાણો, કોબી ખરીદવા ગયેલી મહિલા કેવી રીતે બની ગઇ કરોડપતિ?
આ મહિલા જ્યારે ઘરે પહોંચી ત્યારે આશ્રયચકિત થઇ ગઇ.
News18 Gujarati
Updated: December 8, 2018, 1:24 PM IST
એવું કહેવામાં આવે છે કે જ્યારે નસીબ મહેરબાન હોય તો રસ્તા પર ચાલતા-ચાલતા માણસ કરોડપતિ બની શકે છે. તાજેતરમાં, અમેરિકાના મેરેલેન્ડમાં રહેનારી વેનેસા વોર્ડ સાથે આવું જ કંઇક થયું છે, તે રસ્તામાં ચાલતી-ચાલતી કરોડપતિ બની ગઇ.

વેનેસા વોર્ડ ઘરેથી કોબી લેવા બજારમાં ગઇ હતી, પરંતુ જ્યારે તેણીએ લોટરી ટિકિટ જોવા પર નસીબ અજમાવાનું વિચાર્યુ અને ટિકિટ ખરીદી લીધી.

જ્યારે તેને ઘરે પહોંચ્યા પછી ટિકિટને સ્ક્રેચ કરી તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. વેનેસાએ જોયું કે તેને લોટરીમાં 2 લાખ 25 હજાર ડોલર જીત્યા છે.લોટરી જીતવા પર, વેનેસાએ વર્જિનિયા લોટરીને કહ્યું કે તેણીએ 2 લાખ 25 હજાર ડોલરની લોટરી જીતી છે. તેને લઇને તે ખૂબ ખુશ છે. વેનેસાએ કહ્યું કે તેના પિતાએ તેને કોબી લેવા માટે બજારમાં મોકલી હતી, જ્યાં તેણીએ સ્પિન સ્ક્રૅચ-ઑફ ટિકિટ જોઇ અને તેના નસીબને અજમાવવાના વિચારથી તેને ટિકિટ ખરીદી.

જ્યારે તે લોટરી લઇને ઘરે આવી ત્યારે તેણીએ તેને સ્ક્રેચ કરી અને, તે જોઈને આશ્ચર્ય પામી ગઇ. તે પછી તરત જ તેને વર્જિનિયા લોટરીને ફોન કર્યો અને તેને જાણ કરી. વેનેસાએ કહ્યું કે લોટરીમાં મળેલી રકમ તેમના રિટાયરમેન્ટ માટે સુરક્ષિત રાખવા માંગે છે.


આ ઉપરાંત, તેણી તેના પૈસાથી તે ડિઝની વર્લ્ડ ફરવાનું પણ સપનું પૂર્ણ કરવા માંગે છે. તેથી, આ પૈસા ખર્ચવાની વિચારણા કરી રહી છે.

જૂલાઇમાં,એક યુવાને લોટરીમાં મોટી રકમ જીતી હતી. જોકે, આ યુવાન કોણ હતો તેના વિશે કોઇ જાણકારી મળી નથી. પરંતુ વેનેસાએ તેની સત્તાવાર જાહેરાત કરી જણાવ્યું કે તેને 2 લાખ 25 હજાર ડોલરની લોટરી લાગી છે.
First published: December 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...