Hotel Offers Room with Tiger view: ચીનના જિયાંશૂ પ્રાંત (Jiangsu province)ની નૈનટોંગ સિટી (Nantong City) માં આ સ્વીટ (suite) બનાવવામાં આવ્યો છે. જનજાતીય પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બનેલા સેન્ડી ટ્રાઇબ ટ્રીહાઉસ હોટલ (Sendi Tribe Treehouse Hotel)માં આ ખાસ રૂમ બનાવવામાં આવ્યો છે.
Hotel Offers Room with Tiger view: દુનિયામાં એકથી વધીને એક પર્યટન સ્થળ (interesting tourist places) છે અને સહેલાણીઓને આકર્ષિત કરવા માટે જાત જાતના પ્રયાસ પણ કરવામાં આવે છે. પડોશી દેશ ચીન (China)માં પણ લોકો માટે એક એવી ઓફર (Room with Tiger View) આપવામાં આવે છે, જેનો અનુભવ લેવા માટે એડવેન્ચરસ (Adventure Tourism) પ્રવાસી અહીં જરૂર પહોંચી જશે. આ ઓફર છે સફેદ વાઘ (Night Stay Beside Tiger Den) સાથે રાત્રે સૂવાના અનુભવની.
જી હાં. ચીનના જિયાંશૂ પ્રાંત (Jiangsu province)ની નૈનટોંગ સિટી (Nantong City) માં આ સ્વીટ (suite) બનાવવામાં આવ્યો છે. જનજાતીય પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બનેલા સેન્ડી ટ્રાઇબ ટ્રીહાઉસ હોટલ (Sendi Tribe Treehouse Hotel)માં આ ખાસ રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાં ઉતરનારા મહેમાનોને સફેદ વાઘ સાથે રાત પસાર કરવાની તક મળશે. હોટલે આ અનોખા સ્વીટ વિશે જાણકારી અને અમુક સેકન્ડ્સનો વિડીયો પણ બનાવ્યો છે.
‘ટાઈગર’ની ગુફાને અડીને આવેલો છે રૂમ
Mirrorની રિપોર્ટ મુજબ રૂમમાં એક પારદર્શક દિવાલ લગાવવામાં આવી છે, જેના બરાબર બાજુમાં સફેદ વાઘની ગુફા છે. હોટલના સ્ટાફના કહેવા મુજબ આ સાહસિક સુવિધા અહીં નવી-નવી શરૂ થઈ છે અને હજુ સુધી અહીં કોઈ રોકાયું નથી. આ રૂમ બનાવતી વખતે જ સુરક્ષાની પૂરતી તૈયારી કરવામાં આવી છે અને દિવાલ ધમાકો સહન કરી શખે તેવા કાંચથી બનાવવામાં આવી છે. એટલે કે રૂમની એ દિવાલ તૂટે એવી કોઈ શક્યતા નથી અને અહીં રહેનારા લોકો બિલકુલ સુરક્ષિત રહશે.
હજુ સુધી હોટલના આ રૂમનું ઉદઘાટન નથી થયું. 1લી ફેબ્રુઆરીથી આ રૂમ ખૂલવાનું નક્કી થયું છે કે, કેમ કે ચીનમાં Year of Tigersની શરૂઆત થઈ રહી છે.
સેન્ડી ટ્રાઇબ ટ્રીહાઉસ હોટલ (Sendi Tribe Treehouse Hotel) પૂર્વ ચીનના સૌથી મોટા ઝૂની નજીક બનાવવામાં આવી છે, જ્યાં 20 હજાર જંગલી જાનવર રહે છે. બીજિંગ ન્યૂઝ મુજબ સફેદ વાઘથી સુરક્ષિત રહેવા માટે રૂમમાં અનબ્રેકેબેલ ગ્લાસ બનાવવામાં આવ્યા છે.
ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના અખબારે એ વાત અંગે ચિંતા દર્શાવી છે કે આ દિવાલનું નોઇઝ પ્રૂફ હોવું પણ જરૂરી છે, જેથી પ્રાણીઓ શાંતિથી રહી શકે. ગ્લાસ જો એક તરફથી જ જોઈ શકાય તેવો હશે તો અસુવિધા ઓછી થશે. જોકે, હોટલમાં પહેલાથી જ જિરાફ, સિંહ અને ઝીબ્રાના વ્યૂ વાળા રૂમ છે, જ્યાં બુકિંગ્સ થઈ ચૂકી છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર