Home /News /eye-catcher /

Video: ભરબપોરે એમ્બ્યુલન્સની પાછળ બેફામ દોડી રહ્યો હતો ઘોડો, ભાવુક કરી દેશે કારણ ...

Video: ભરબપોરે એમ્બ્યુલન્સની પાછળ બેફામ દોડી રહ્યો હતો ઘોડો, ભાવુક કરી દેશે કારણ ...

ઘોડાની દોડ પાછળનું કારણ તમારી આંખોમાં આંસુ લાવી દેશે

Heart Touching Video : આ વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે, જેમાં બપોરે ઉભેલી એમ્બ્યુલન્સની પાછળ એક ઘોડો દોડી (Horse Running Behind Ambulance) રહ્યો છે.

    સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral On Social Media) થાય છે. આમાંના કેટલાક વીડિયો પ્રાણીઓ અને તેમના સંવેદનશીલ વર્તનથી સંબંધિત છે, જે તમને ભાવુક કરી દે છે. આવો જ એક વીડિયો (Heart Touching Video) હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ઘોડો એમ્બ્યુલન્સ (Horse Running Behind Ambulance)ની પાછળ સતત દોડતો જોવા મળી રહ્યો છે. ઘોડાની દોડ પાછળનું કારણ તમારી આંખોમાં આંસુ લાવી દેશે.

    ઘોડાની દોડ પાછળનું કારણ તમારી આંખોમાં આંસુ લાવી દેશે


    જેમ મનુષ્યમાં પ્રેમ અને કરુણા છે, તેમ પ્રાણીઓમાં પણ છે. એમ્બ્યુલન્સની પાછળ સતત દોડતા ઘોડાના આ વીડિયોમાં આપણે એ જ પ્રેમ અને સહાનુભૂતિ જોઈ રહ્યા છીએ. જેમ કોઈ પ્રિય વ્યક્તિ બીમાર હોય ત્યારે હોસ્પિટલ દોડે છે, તેવી જ રીતે આ ઘોડો પણ એમ્બ્યુલન્સની પાછળ દોડીને હોસ્પિટલ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે.

    ઘોડાની બીમાર બહેન એમ્બ્યુલન્સમાં છે
    વાયરલ થઈ રહેલા વિડિયોમાં ઘોડો બપોરના સમયે રસ્તા પર વાહનોની વચ્ચે દોડતો જોવા મળે છે. વાસ્તવમાં જે એમ્બ્યુલન્સની પાછળ આ ઘોડો દોડી રહ્યો છે તેમાં તેની બહેન સવાર છે.



    આ પણ વાંચો: અહીં ઘોડોઓને સળગતી અગ્નિમાં કૂદાવી દે છે માલિક! જાણો માન્યતાનું વિચિત્ર કારણ

    તેની બહેનની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે તેને એમ્બ્યુલન્સમાં ઉદયપુરની વેટરનરી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી. ઘોડાને આ વાતની જાણ થતાં જ તે લગભગ 5 માઈલ સુધી એમ્બ્યુલન્સની પાછળ દોડ્યો અને હોસ્પિટલ પહોંચ્યો. ઘોડાનો પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ જોઈને દરેક લોકો ભાવુક થઈ રહ્યા છે.

    આ પણ વાંચો: ફોટામાં જોવા મળી રહ્યાં છે ઘોડા જેવા કાળા જાનવર, ધ્યાનથી જોશો તો ચોંકાવનારું સત્ય આવશે સામે

    લોકોએ આ વીડિયોને ઘણો પ્રેમ આપ્યો
    આ વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. 23 સેકન્ડના આ વીડિયોને 1 લાખ 74 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે જ્યારે 14 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. એક યુઝરે લખ્યું છે કે પ્રાણીઓમાં માણસો કરતાં વધુ લાગણીઓ હોય છે, જ્યારે અન્ય યુઝરે કહ્યું કે તેમની લાગણીઓ શુદ્ધ છે. તમને જણાવી દઈએ કે આ ઘોડાની બહેનના સ્વસ્થ થવા સુધી હોસ્પિટલે પણ તેને પોતાની પાસે રાખ્યો હતો.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing Video, OMG VIDEO, Viral videos, અજબગજબ

    આગામી સમાચાર