Home /News /eye-catcher /Horse Puzzle: ઘોડો આગળ જઈ રહ્યો છે કે પાછળ? અનેક લોકોના દિમાગનું દહીં થઈ ગયું! હવે તમે જ કહો...

Horse Puzzle: ઘોડો આગળ જઈ રહ્યો છે કે પાછળ? અનેક લોકોના દિમાગનું દહીં થઈ ગયું! હવે તમે જ કહો...

તસવીર: Twitter

Horse Puzzle: ધોડાની ચાલનો આ વીડિયો ખરેખર દિમાગનું દહીં (Mind boggling puzzles) કરી નાખે તેવો છે. પ્રથમ વખત વીડિયો જોઈને તમને લાગશે કે ઘોડો આગળ ચાલી રહ્યો છે, પછી એવું લાગશે કે આગળ નહીં પરંતુ તે પાછળ ચાલી રહ્યો છે.

નવી દિલ્હી: આમ તો ઇન્ટરનેટ પર લોકો અનેક વસ્તુ (Internet Puzzles) જોતા હોય છે, પરંતુ ટાઇમપાસ માટે ક્યારેક એવા કોયડા (Mind Games) સામે આવી જાય છે કે લોકો કલાકો સુધી તેમાં જ અટવાયેલા રહે છે. જોકે, આવું કરવા છતાં તેનો જવાબ નથી મળતો. આજકાલ ઇન્ટરનેટ (Social Media) પર લોકોને એક ઘોડાની ચાલ (Horse Run Puzzle) દિમાગમાં ફરી રહી છે. જેમાં ઘોડો આગળ ચાલી રહ્યો છે કે પાછળ તે સમજાતું નથી.

ઘોડાની ચાલનો આ વીડિયો ખરેખર દિમાગનું દહીં (Mind boggling puzzles) કરી નાખે તેવો છે. પ્રથમ વખત વીડિયો જોઈને તમને લાગશે કે ઘોડો આગળ ચાલી રહ્યો છે, પછી એવું લાગશે કે આગળ નહીં પરંતુ તે પાછળ ચાલી રહ્યો છે. ઓપ્ટિકલ ઇલ્યૂસન (Optical Illusion)નો આ અદભૂત નમુનો છે કે તમે નક્કી જ નથી કરી શકતા કે ઘોડો ખરેખર કઈ દિશામાં જઈ રહ્યો છે.

આ પણ વાંચો: હવે પ્રવાસ રદ થાય તો એર ટિકિટના રિફંડની ચિંતા નહીં, મળશે પૂરેપૂરું વળતર- જાણો નવી પોલિસી વિશે

દિમાગનું દહીં

આ વીડિયો ટ્વિટર પર @DattaDamayantiએ શેર કર્યો છે. તેમણે આ વીડિયોને શેર કરતા એક કેપ્શન લખ્યું છે કે- ઘોડો કઈ તરફ જઈ રહ્યો છે, આગળ કે પાછળ? જો આ તમને આગળ જતો દેખાશે તો તમે લેફ્ટ બ્રેન પર્સન છો અને જો તે પાછળ જતો દેખાશે તો તમે રાઇટ બ્રેન પર્સન છો. તમે પણ જુઓ આ વીડિયો.

દુનિયા ગૂંચવણમાં

એવું બિલકુલ નથી કે લોકોએ આ વીડિયો પર દિમાગ નથી દોડાવ્યું. કોઈને ઘોડો આગળ જતા તો કોઈને પાછળ જતા દેખાયો છે. અમુક લોકોએ એવું કહ્યું કે આ અંગે અંતિમ નિર્ણય કરવો જ શક્ય નથી.

આ પણ વાંચો: મોનાલિસાની બેડરૂમ તસવીરોથી ચાહકો પાણી પાણી, રશ્મિ દેસાઈએ કૉમેન્ટ કરતા લખ્યું...

આ વીડિયો પર પ્રતિક્રિયા આપનાર કોઈ પણ યૂઝર પાસે સીધો જવાબ ન હતો કે આખરે ઘોડો કઈ દિશામાં જઈ રહ્યો છે. અમુક લોકોએ તો એવું પણ પૂછ્યું કે શું કોઈ અભ્યાસ માટે આવું કરવામાં આવી રહ્યું છે? જો હા તો તેઓ આ વાતને નથી માનતા. હવે ઇન્ટરનેટ પર લોકો આ ઘોડાને જઈને ચક્કર ખઈ રહ્યા છે. તમે પણ ધ્યાનથી જુઓ, શક્ય છે કે તમને આ ઘોડો કઈ તરફ જઈ રહ્યો છે તેનો જવાબ મળી જાય.
First published:

Tags: Game, Horse, Internet, Puzzle

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો