Horror Story: ઘરની બહાર જોવા મળ્યું ‘કાળુ ભૂત’, ડરેલી યુવતીએ તાત્કાલિક પૂજારીને બોલાવી કરાવી શુદ્ધિ!

મહિલાને CCTV ફુટેજમાં જોવા મળ્યું ભૂત (તસવીર: Maxine Hughes / Daily Record)

Ghost Story: પડોશીઓના મત મુજબ, કાળી આકૃતિ માનવ પગ સાથેનો ઘોડોના રૂપમાં જોવા મળી, જે ખૂબ જ ડરાવનારી લાગી

  • Share this:
    Horror Story: અનેક લોકો એ વાત પર વિશ્વાસ નથી મૂકતા કે ભૂત (Ghost) હોય છે. જેની સામે એવા પણ લોકો છે જેઓ એવો દાવો કરે છે કે તેમણે આત્મા કે કોઈ ભૂત જોયું છે. જોકે, જો કોઈને પોતાના ઘર પર કંઈક એવું જોવા મળ્યું જે માણસ (Human) કે કોઈ જાનવર (Animal) ન હોય પરંતુ બંનેનું મિશ્રણ. આ વાત વાંચવામાં વિચિત્ર લાગશે અને ડરાવે તેવી છે અને તેનાથી વધારે ડરાવે તેવો તેનો કિસ્સો છે.

    મૂળે, મેક્સિન હ્યુજેસ (Maxine Hughes) નામની એક મહિલાએ પોતાના ગ્લાસગો બગીચા (Glasgow garden)માં એક વાર નહીં પરંતુ બે વાર અજબ પ્રકારની આકૃતિ જોવાનો દાવો કર્યો, ત્યારબાદ ડરના કારણે તેમણે લોકલ પ્રીસ્ટ (Local priest)ને ઘરે બોલાવ્યા. નોંધનીય છે કે, તેમણે સીસીટીવી ફુટેજ, જેને મેક્સિનની બહેને બાદમાં ફેસબુક પર શૅર કર્યા હતા, તેમાં એક કાળી આકૃતિ જોવા મળે છે, જે પહેલા નજીકમાં પાર્ક કરવામાં આવેલી ગાડીની પાસે જોવા મળે છે અને અચાનક ગુમ થઈ જાય છે. ત્યારબાદ તે ફરીથી જોવા મળે છે અને ફરી ગાયબ થઈ જાય છે.

    આ પણ વાંચો, યુવતીના બેડરૂમમાં ઘૂસી જતો હતો મકાન માલિક, તકિયા સાથે કરતો હતો આવી હરકત


    મેક્સિને ડેઇલી રેકોર્ડને જણાવ્યું કે, મારા સાથીએ રાત્રે ઉઠીને કેમેરામાં જોયું. આ બધું છેલ્લા દોઢ સપ્તાહથી થઈ રહ્યું છે. આ ખૂબ અજબ પ્રકારનું છે. તેમણે વધુમાં કહ્યું કે, તે દિવસે અમે ઘરે એક પૂજારીને પણ બોલાવ્યા હતા. મેં તેમને મારી બહેનની પાસે મોકલ્યા અને પૂછ્યું કે આ શું છે કારણ કે તે એવી વસ્તુઓ પર વિશ્વાસ રાખે છે. નોંધનીય છે કે, મેક્સિનના સાથીનો દીકરો, જે તેમના ઘરમાં જ રહે છે, ખૂબ ડરી ગયો હતો. જોકે, તેમણે તેને સમજાવ્યો કે પૂજારીની વિધિ બાદ હવે ઘરમાં કોઈ ચિંતાની વાત નથી, કારણ કે હવે ઘરની શુદ્ધિ થઈ ચૂકી છે.

    આ પણ વાંચો, પ્રેમિકાને મળવા પ્રેમી તેના ઘરે પહોંચ્યો તો લાઠી-સળીયા મારી કરી હત્યા, પ્રાઇવેટ પાર્ટ પણ કાપ્યું

    મળતી જાણકારી મુજબ, ડેબી મેકલેજોન, જે મેક્સિનના ઘરની પાસે જ રહે છે, તેમણે ફેસબુક પર ક્લિપને જોઈ તો તેમને આ આકૃતિ માનવ પગ સાથેનો ઘોડોના રૂપમાં જોવા મળી, જે ખૂબ જ ડરાવનારી લાગી. તેમના ઘરની આસપાસ રહેનારા તમામ લોકો આ ઘટના બાદથી ડરેલા છે.
    Published by:Mrunal Bhojak
    First published: