આ દેશમાં કોરોનાની રસીના બંને ડોઝ લેનારને પુરસ્કારમાં મળશે $1.4 મિલિયનનો એપાર્ટમેન્ટ

Image Credits: Shutterstock/Representational

એએફપી અનુસાર હોંગકોંગ વિશ્વના અમુક એવા સ્થાનોમાં સામેલ છે, જેની પાસે તમામ 7.5 મિલિયન લોકોને રસી આપવા માટે જરૂરી ડોઝથી પણ વધુ જથ્થો છે

  • Share this:
કોરોના મહામારીને નાથવા હાલ વિશ્વ ભરના દેશોમાં રસીકરણની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. જોકે ઘણા દેશો એવા પણ છે જેણે લોકોમાં સંપૂર્ણ રસીકરણ કરી કોરોનામુક્ત થવાની સિદ્ધી હાંસલ કરી લીધી છે. પરંતુ બીજી તરફ ઘણા દેશોમાં વિપરીત પરિસ્થિતિઓ સામે આવી રહી છે. લોકોમાં રસી અંગે રહેલી ગેરમાન્યતાઓના કારણે ઘણા લોકો રસીથી દૂરી બનાવી રહ્યા છે. આ દરમિયાન લોકોને રસીકરણ માટે આકર્ષવા ઘણા કિમિયાઓ અપનાવાઇ રહ્યા છે. જેથી લોકો કોરોનાની રસીના ડોઝ લે.

હોંગકોંગમાં અપાઇ રહ્યા છે $1.4 મિલિયનના એપાર્ટમેન્ટ- હોંગકોંગના લોકોમાં કોરોનાની રસી લેવામાં થતા આનાકાની સ્થાનિક તંત્ર માટે માથાના દૂખાવા સમાન બની છે. તેવામાં લોકોની આ અનિચ્છાને બદલવા માટે સ્થાનીય અધિકારીઓને ધ્યાનમાં રાખીને ડેવલપર્સ કોરોનાની રસી મૂકાવનારા નાગરિકોને $1.4 મિલિયનનો એપાર્ટમેન્ટ પુરસ્કાર તરીકે આપી રહી છે.

એક નિવેદનમાં સિનો ગૃપના ફિલેન્થ્રોપિક શાખાના એનજી ટેંગ ફોંગ ચેરીટેબલ ફાઉન્ડેશન અને ચાઇનીઝ ઇસ્ટેટ હોલ્ડિંગ્સ લિમિટેડે કહ્યું કે, વેક્સિન લેનાર નાગરિકોને તેઓ ક્વૂન ટોંગ વિસ્તારમાં પોતાના નવા ગ્રાન્ડ સેન્ટ્રલ પ્રોજેક્ટમાં 449 સ્ક્વેર ફૂટનો એક એપાર્ટમેન્ટ આપશે.

એપાર્ટમેન્ટ મેળવવા હોવી જોઇએ આ લાયકાત- જોકે, આ પુરસ્કાર મેળવવા માટે જે-તે વ્યક્તિ માટે અમુક માપદંડો રાખવામાં આવ્યા છે. બ્લૂમબર્ગ ક્વિન્ટના જણાવ્યા પ્રમાણે, માત્ર હોંગકોંગના જ રહેવાસીઓ કે જેમણે કોરોનાની રસીના બે ડોઝ લીધા છે તેઓ જ આ પુરસ્કાને પાત્ર ઠરશે.

જરૂરીયાત કરતા વધુ રસી ધરાવે છે હોંગકોંગ- એએફપી અનુસાર હોંગકોંગ વિશ્વના અમુક એવા સ્થાનોમાં સામેલ છે, જેની પાસે તમામ 7.5 મિલિયન લોકોને રસી આપવા માટે જરૂરી ડોઝથી પણ વધુ જથ્થો છે. પરંતુ વાયરસ મુક્ત શહેરમાં તાકીદની કમી સાથે સરકાર પર અવિશ્વાસથી લોકોમાં રસીકરણ અંગે સંકોચ અને નિરાશા ઉભી થતા ધીમા રસીકરણની સ્થિતિ સર્જાઇ છે.

રસીકરણ વધારવા અપાઇ રહી છે અનેક ઓફર-  હોંગકોંગમાં લોકોનો રસીકરણ તરફનો ધીમો પ્રતિસાદ સરકાર માટે મોટો પ્રશ્ન બન્યો છે. જોકે સરકાર પણ અવનવી ઓફરો દ્વારો લોકોને આકર્ષવા તમામ મોરચે લડી રહી છે. નાગરિકોને રસીકરણ માટે જાગૃત કરવા માટે બાર ફરી ખોલવા અને ક્વોરન્ટાઇનને ઘટાડવા જેવા અનેક પ્રોત્સાહન આપી રહી છે. જોકે હોંગકોંગમાં તમામ વયજૂથના લોકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર 7.5 મિલિયનની વસ્તીમાં માત્ર 12.6 ટકા લોકોએ જ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે.

વિશ્વમાં સૌથી મોંઘી પ્રોપર્ટી ધરાવે છે હોંગકોંગ- હોંગકોંગ વિશ્વમાં સૌથી વધુ પ્રોપર્ટીના ભાવ ધરાવતું શહેર છે, તેથી અહીં એક ફ્રી એપાર્ટમેન્ટ મળવો એ એક ખૂબ જ આકર્ષક પ્રસ્તાવ માની શકાય છે. જેને કોઇ પણ શહેરવાસી છોડવા નહીં માંગે. સરકારી આંકડાઓ અનુસાર, ગત મહીને હોંગકોંગમાં પ્રાઇવેટ રેસીડેન્સના ભાવો 21 મહીનામાં સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હતા.

જોકે, રસીકરણ માટે લોકોને પુરસ્કાર આપનાર હોંગકોંગ વિશ્વમાં એકલું જ નથી. અમેરિકમાં પણ અનેક રાજ્યોમાં લોકોને રસીકરણ માટે પ્રેરવા વેક્સિન લોટરીનું આયોજન કરાયું હતું.
First published: