સ્કૂલના બાથરૂમમાં વિદ્યાર્થીને મળ્યો ખૂફિયા રસ્તો, અંદર નજર કરતાં જ તેના હોશ ઉડી ગયા!

બાથરૂમમાં સિક્રેટ રૂમ જોઈને બાળક આશ્ચર્યચકિત થઈ ગયો. (ફોટો- Tiktok/sr.kingeduar)

Student saw secret room in toilet: હોન્ડ્યુરસ (Honduras News)માં રહેતો વિદ્યાર્થી એડ્યુઆર્ડો મેલેન્ડેઝે (Eduardo Melendez) તાજેતરમાં ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે જેને માત્ર 4 દિવસમાં 2.5 કરોડથી વધુ લોકોએ જોયો છે.

  • Share this:
    દરેક બાળક શાળામાં ભણવા કરતાં મિત્રો સાથે મોજ-મસ્તી કરવા જાય છે. જેમણે શાળાકીય જીવન પૂરું કર્યું છે તેમને શાળા સાથે જોડાયેલી મસ્તી-મજાની વાતો હંમેશા યાદ રહે છે. પરંતુ શાળાની મજા ક્યારેક એવું રૂપ ધારણ કરી લે છે જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી દે છે. તાજેતરમાં એક બાળક સાથે પણ આવું જ બન્યું જ્યારે તેણે શાળાના બાથરૂમમાં કંઈક એવું જોયું (Student saw secret room in toilet) જેનાથી તેના હોશ ઉડી ગયા.

    ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, હોન્ડ્યુરસ (Honduras News)માં રહેતો વિદ્યાર્થી એડ્યુઆર્ડો મેલેન્ડેઝે (Eduardo Melendez) તાજેતરમાં ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે જેને માત્ર 4 દિવસમાં 2.5 કરોડથી વધુ લોકોએ જોયો છે. વિડિયોમાં વિદ્યાર્થી તેના બાથરૂમમાં પ્રવેશે છે (Secret room in school toilet) અને તેને કમોડની બાજુમાં એક ક્યુબિકલ બતાવે છે. બાળકે જોયું કે દિવાલ પરનો કોંક્રીટ દૂર કરવામાં આવ્યો છે અને એક નાનો દરવાજો ખુલ્લો છે.

    બાળકે દરવાજો ખોલતાની સાથે જ તેની અંદર એક નોટ લખેલી હતી, જેને જોઈને તે દંગ રહી ગયો. કાગળના ટુકડા પર લખ્યું હતું 'Enter' . એ નાનકડા દરવાજાની અંદર ડોકિયું કરતા જ બાળકના હોશ ઉડી ગયા કારણ કે અંદર એક ખાલી ટનલ જેવું બન્યું હતું જેમાં સંપૂર્ણ અંધારું હતું. બાથરૂમમાં તે ગુપ્ત સુરંગ (secret tunnel in bathroom) જોઈને બાળક આશ્ચર્યચકિત થઈ ગયો.

    Secret room in school toilet
    સ્કૂલના બાથરૂમમાં મળ્યો સિક્રેટ રૂમ (ફોટો- Tiktok/sr.kingeduar)


    સોશ્યલ મીડિયા પર પણ લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. ઘણા લોકોએ કહ્યું છે કે શક્ય છે કે જ્યાં શાળા છે ત્યાં પહેલા જેલ હોય અને જેલમાંથી ભાગવા માટે કોઈએ તે સુરંગ બનાવી હોય. એક વ્યક્તિએ મજાકમાં તો એમ પણ લખ્યું કે શાળા પોતે જ એક જેલ છે અને કદાચ બાળકોને નાસી છૂટવા માટે સુરંગ બનાવવામાં આવી હશે.

    આ પણ વાંચો: Weird : પત્નીએ પતિ માટે બનાવ્યા છે ખતરનાક નિયમો, સાંભળીને ચોંકી જશો!

    વીડિયોના છેલ્લા ભાગમાં ટનલની અંદરનો નજારો ખૂબ જ ભયાનક હતો. જો કે તેની અંદર કંઈ દેખાતું નહોતું, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તેમાં પણ કંઈક ભયાનક જોયું. કોઈએ લખ્યું કે કોઈએ એન્ટર સાઈનનો હાથ અને સ્લીવ જોયો? જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું કે એન્ટર સાઇન હેઠળ એક હાથ બન્યો છે.
    Published by:Nirali Dave
    First published: