અહીં માત્ર 77 રુપિયામાં મળી રહ્યું છે ઘર, પણ છે આ શરત

News18 Gujarati
Updated: May 9, 2019, 1:56 PM IST
અહીં માત્ર 77 રુપિયામાં મળી રહ્યું છે ઘર, પણ છે આ શરત
જાણીતા ઇટાલીમાં ઘર ખરીદવા માટે એક અનોખી ઓફર

ઘર ખરીદવા માટે એક અનોખી ઓફરની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ લગભગ 500 ઘરોને વેચવાની શરત રાખવામાં આવી છે કે ખરીદદારોએ તેને નવીકરણ કરાવવું પડશે.

  • Share this:
પ્રવાસી સ્થળો અને વેડિંગ ડેસ્ટીનેશ માટે જાણીતા ઇટાલીમાં ઘર ખરીદવા માટે એક અનોખી ઓફરની જાહેરાત કરવામાં આવી છે. ત્યા માત્ર 77 રૂપિયા (1 યુરો) માં ઘર વેચાણ માટે ઉપલબ્ધ છે. પરંતુ લગભગ 500 ઘરના વેચાણ માટે એક શરત રાખવામાં આવી છે કે ખરીદદારોએ તેમનું રિનોવેશન કરવું પડશે.

ખરીદદારોને ત્રણ વર્ષની અંદર નવીનીકરણ કરવું પડશે નહીંતર તેની પાસેથી ઘરે પાછું લઇ લેવામાં આવશે, આ ઓફર મુસોમેલી નામના ટાઉનમાં ઉપલબ્ધ છે. ત્યા ઉપલબ્ધ 100 ખાલી ઘરને ઓનલાઇન વેચાણ માટે જાહેરાત કરવામાં આવ્યા છે, કારણ કે ગ્રામીણ લોકો તેને છોડીને શહેર ચાલ્યા ગયા, 400 ઘરની લિસ્ટિંગ ખૂબ જ જલદી આવશે.

અનેક ઘરો નાના હોય છે, પરંતુ અહીંથી નજારો ખૂબ જ વિશેષ લાગે છે. ઘરમાં અનેક શયનખંડ બનાવવામાં આવ્યાં છે. જો કે 77 રૂપિયાની ખરીદી સાથે-સાથે 5.5 લાખ રુપિયા સુરક્ષા હેઠળ જમા કરાવવા પડશે. આ ઘરોના નવીકરણમાં લગભગ 7 હજાર રુપિયા પ્રતિ સ્કેવર ફૂટનો ખર્ચ થશે, સાથે જ એડમિન ખર્ચ હેઠળ લગભગ 2.7 લાખ રુપિયા આપવા પડશે. ઘર ખરીદનારા લોકો સ્થાનિક આર્કિટેક અને એન્જિનિયર્સ પાસેથી પણ મદદ લઇ શકે છે.અનેક લોકોના ઘર ખાલી કરવાને કારણે સત્તાવાળાઓએ તેમને વેચવાનો નિર્ણય કર્યો છે. Musomelli માં અનેક ઐતિહાસિક ગુફાઓ, મહેલો અને ચર્ચ છે. સ્થાનિક લોકોના શહેર ચાલ્યા જવાને કારણે તે વિસ્તારની વસતીમાં ઘટાડો થયો છે અને મોટાભાગના વૃદ્ધ લોકો રહે છે. ગયા વર્ષે ઓલોલાઇ નામના વિસ્તારમાં પણ આ રીતે ઘરના વેચાણ માટે ઓફર શરૂ કરવામાં આવી હતી. ત્યા લગભગ 200 ઘર ખાલી પડ્યા હતા.
First published: May 9, 2019, 1:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading