Home /News /eye-catcher /

OMG! અહીં જમાઇને ગધેડા પર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવે છે, જાણો હોળી મનાવવાની વિચિત્ર રીત વિશે

OMG! અહીં જમાઇને ગધેડા પર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવે છે, જાણો હોળી મનાવવાની વિચિત્ર રીત વિશે

હોળીના દિવસે જમાઇને ગધેડા પર બેસાડવાનો રિવાજ

હોળીની (Holi 2022) ઉજવણીનો ઉત્સાહ ધીમે ધીમે લોકોના માથે ચઢવા લાગ્યો છે. દરમિયાન, હોળીની ઘણી વિચિત્ર વિધિઓ (Weird Traditions Of Holi) વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત છે.

    હોળીની (Holi 2022) ઉજવણીનો ઉત્સાહ ધીમે ધીમે લોકોના માથે ચઢવા લાગ્યો છે. દરમિયાન, હોળીની ઘણી વિચિત્ર વિધિઓ (Weird Traditions Of Holi) વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત છે. સામાન્ય રીતે નવા નવા બનેલા જમાઈને તેના સાસરિયા વાળા હોળીના દિવસે ભેટ આપે છે. પણ આપણે જે જગ્યાની વાત કરી રહ્યા છીએ ત્યાં હોળીના દિવસે જમાઈને ગધેડા પર બેસાડીને આખું ગામ ફરાવવામાં આવે છે. જ્યાં જમાઈને દરેક સાસરિયાંના ઘરમાં ખૂબ માન-સન્માન મળે છે, ત્યાં મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં હોળીના દિવસે જમાઈને ગધેડા પર બેસાડીને આખા ગામમાં ફરાવવામાં આવે છે.

    આ પણ વાંચો - OMG! ઓફિસમાં બોરિયા-બિસ્તરા લઇને પહોંચ્યો કર્મચારી, બોલ્યો - 'ભાડું ચુકવવા જેટલો પગાર નથી'

    હોળીના દિવસે ખૂબ મોજ-મસ્તી કરવામાં આવે છે. બુરા ના માનો હોલી હૈ કહીને ખૂબ હસી-મજાક થાય છે. પરંતુ ભારતમાં જમાઈની સ્થિતિ એવી છે કે કોઈ તેમને નારાજ નથી કરવા માંગતું. સાસરિયાંના ઘરમાં જમાઈના બધા જ નખરા સહન કરવામાં આવે છે. નવા લગ્ન પછી મોટાભાગની જગ્યાએ પ્રથમ હોળી જમાઈના સાસરિયાંમાં ઉજવવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રના બીડમાં હોળી પર સાસરે જવું એ જમાઈ માટે સજા બની જાય છે. અહીં કલર લગાવ્યા બાદ જમાઈને ગધેડા પર બેસાડી દેવામાં આવે છે.

    પરંપરા પાછળનો મજેદાર કિસ્સો


    હોળી પર જમાઈને ગધેડા પર સવારી કરાવવા પાછળ એક રમુજી કિસ્સો છે. એવું કહેવાય છે કે એંસી વર્ષ પહેલાં આ જિલ્લાના યેવતા ગામમાં રહેતા દેશમુખ પરિવારના જમાઈએ રંગ લગાવવાની ના પાડી દીધી હતી. આ પછી તેના સસરાએ એક ગધેડો મંગાવ્યો અને તેને સારી રીતે સજાવીને આખા ગામમાં ફેરવ્યો હતો. ત્યારથી લઇને હમણા સુધી આ રિવાજનો ઉપયોગ જમાઇને રંગ લગાવડાવવા માટે કરવામાં આવે છે. જોકે, આ વિધિ સિવાય જમાઈની ખૂબ આગતા-સ્વાગતતા કરવામાં આવે છે.

    આ પણ વાંચો - OMG! આકાશમાંથી ખેતરમાં પડ્યો તેજસ્વી પથ્થર, શોધવામાં વ્યક્તિને લાગ્યા 18 મહિના! કિંમત જાણીને ઉડી જશે હોશ

    ગધેડા પરથી ઉતારીને પકવાનો ખવડાવાય છે.


    એકવાર જમાઈને ગધેડા સાથે ગામમાં ફરાવ્યા બાદ તેની ખૂબ સેવા કરવામાં આવે છે. તેને અવનવી મીઠાઈઓ અને વાનગીઓ પીરસવામાં આવે છે. આ સાથે જમાઈને તેની પસંદગીના કપડાં પણ આપવામાં આવે છે. ઘણી વખત તો સસરા ગધેડા પરથી ઉતારી જમાઈને સોનાની વીંટી પણ આપી દે છે. આ એક રિવાજ બની ગયો છે, જેના કારણે લોકો તેને અપમાન નહીં પણ રિવાજ માને છે. જોકે હોળીના દિવસે ઘણા જમાઈઓ ભાગવાનો પ્રયત્ન કરે છે. આ કારણે, તેમના પર નજર રાખવામાં આવે છે. જેથી તેઓ ભાગી ન શકે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Holi 2022, Maharashtra

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन