લખનઉ. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં ગુજિયાની મીઠાશ વગર હોળીનો ઉત્સવ (Holi 2021) અધૂરો માનવામાં આવે છે. આ જ કારણ છે કે નવાબોના શહેર લખનઉ (Lucknow)માં હોળીના તહેવાર પર બાહુબલી ગુજિયા આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા છે. હોળી પર ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉની જાણીતી દુકાન ‘છપ્પન ભોગે’ અનોખા ગુજિયાની રજૂઆત કરી છે. આ ગુજિયાનું વજન 1.5 કિલોગ્રામ છે અને તે 14 ઇંચ જાડું છે. દુકાને આ અનોખા ગુજિયાનું નામ ‘બાહુબલી ગુજિયા’ (Bahubali Gujiya) રાખ્યું છે.
આ વિશાળ ગુજિયા ખોઆ, કેસર, બદામ, પિસ્તા અને ખાંડથી ભરપૂર છે અને આ મીઠાઈ (એક ગુજિયા)ને ડીપ ફ્રાય કરવામાં લગભગ 20-25 મિનિટ લાગે છે. આ એક બાહુબલી ગુજિયાની કિંમત 1200 રૂપિયા છે.
છપ્પન ભોગના માર્કેટિંગ હેડનું કહેવું છે કે અમારી ઈચ્છા દર વર્ષે કંઈક નવું અને પરંપરાગત રીતથી હટીને કરવાની હોય છે. તેઓએ કહ્યું કે અમને ગ્રાહકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને લોકો બાહુબલી ગુજિયાને જોવા માટે ઘણા ઉત્સાહિત છે. જોકે, ગ્રાહકોની મનપસંદ સામગ્રીના આધાર પર ગુજિયાની કિંમત અલગ હોઈ શકે છે.
નોંધનીય છે કે, આવતીકાલ સોમવારે ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ઘરોમાં પણ ગુજિયા બનાવવામાં આવે છે અને લોકો ખૂબ જ ચટકારા લઈને તેનો સ્વાદ માણે છે. અહીં જણાવવું જરૂરી છે કે મીઠાઈઓ ભારતમાં દરેક પર્વ-તહેવારોનું અગત્યનો હિસ્સો છે. હોળી પણ મોટાપાયે ઉજવાતા ઉત્સવો પૈકીનો એક છે. આ દિવસે લોકો રંગ-ગુલાલથી રમે છે અને ગુજિયાનો આનંદ ઉઠાવે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર