ચિરાગ અને વિદુષીના લગ્નએ ખતમ કરી બે ગામની 200 વર્ષ જૂની દુશ્મની, વાંચો રસપ્રદ કહાની

લગ્નના તાંતણં બંધાયેલા ચિરાગ અને વિદુષી

Himachal pradesh OMG marriage: હડના આ ગામોમાં 200 વર્ષ પહેલા ખુની સંઘર્ષ થયો હતો. આ સમયે રાજાઓનું રાજ ચાલતું હતું. આ સંઘર્ષમાં અનેક લોકોના જીવ ગયા હતા. ત્યારબાદ આ બંને ગામ વચ્ચે આંતરીક સંબંધ ખતમ થયા હતા.

 • Share this:
  શિમલાઃ 200 વર્ષ જુની દુશ્મનીનો (200 year old enemy) સુખદ અંત થયો છે પરંતુ કેવી રીતે? આવું એક લગ્નના કારણે શક્ય બન્યું હતું. આ ફિલ્મી કહાની હિમાચલ પ્રદેશના (Filmi story of himachal pradesh) શિમલા (shimla news) જિલ્લાની છે. અહી પહાડી ગાયકે પોતાના દોસ્તની સાથે લગ્ન કર્યા હતા. હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રોહડની આ ઘટના છે. બે ગામની 200 વર્ષ જુની દુશ્મનીઅંતર્ગત પહાડી ગાયક ચિરાગના લગ્નની સાથે જ ખતમ થઈ હતી.

  પારંપરિક પહાડી ગીત ગાનારા ચિરાગ જ્યોતિ મજટાએ 22 જુલાઈએ પોતાની દોસ્ત વિદુષી સુંટા (Chirag vidushi marriage) સાથે લગ્ન કર્યા હતા. રોહડનું કરાસા ચિરાગનું પૈત્રુક ગામ છે. જ્યારે વિદુષી રોહડૂ નાવરના ખલાવનથી સંબંધ રાખે છે. કરાસા અને નાવર ખલાવન વચ્ચે 200 વર્ષથી જૂની દુશ્મની ચાલી આવે છે. બંને ગામ એકબીજા સાથે કોઈ સંબંધ નથી રાખતા.

  એક દૈનિક સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર લગ્ન બાદ બંને ગામો વચ્ચેની દુશ્મની ખતમ થઈ ગઈ હતી. જ્યારે લોકોને ઉમ્મીદ કરી રહ્યા છે કે હવે બંને ગામો વચ્ચે સંબંધ અને વર્તન સહજ ભાવથી ચાલી રહ્યા છે. ચિરાગ હાઈકોર્ટમાં અધિવક્તા છે જ્યારે વિદુષી બેંગલુરુ અને ચંડીગઢની જાણિતી કંપનીમાં એચઆર એક્ઝીક્યુટિવ રહી ચુકી છે.

  આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીએ હોટલમાં છાપો મારીને પતિને મહિલા મિત્ર સાથે પકડ્યો, પરંતુ પત્ની જ ભરાઈ ગઈ

  આ પણ વાંચોઃ-વડોદરાઃ કમકમાટી ભર્યા અકસ્માતનો live video: મોબાઈલમાં મગ્ન યુવકને સિટી બસે મારી ટક્કર, યુવકનું મોત

  ગત પાંચ વર્ષોથી બંને એક બીજાના દોસ્ત હતા. ચિરાગના ગાયેલા જોઉટા બઢાલ, દૂંદી અને રાજા ભગત ચંદ જેવા ગીતો ખુબ જ લોકપ્રિય થયા છે. રોહડના આ ગામોમાં 200 વર્ષ પહેલા ખુની સંઘર્ષ થયો હતો. આ સમયે રાજાઓનું રાજ ચાલતું હતું.

  આ પણ વાંચોઃ-મકાન ભાડે આપતા પહેલા સાવધાન! સુરતઃ ગોડાદરામાં વિધવા મહિલાનું મકાન ભાડે રાખીને પુનમ અને મંગળા આહિરે પચાવી પાડ્યું

  આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

  આ સંઘર્ષમાં અનેક લોકોના જીવ ગયા હતા. ત્યારબાદ આ બંને ગામ વચ્ચે આંતરીક સંબંધ ખતમ થયા હતા. આઝાદી બાદ પણ બંને ગામો વચ્ચો સંબંધો સારા ન થયા. પરંતુ હવે ચિરાગ અને વિદુષીના લગ્નએ બધી દુશ્મની ખમત કરી દીધી હતી.


  બંને ગામો વચ્ચે સૌહાર્દનો નવો અધ્યાસ શરુ થયો છે. જેની આસપાસના ગામોમાં ખુબ જ પ્રશંસા થઈ રહી છે. આ પહેલા શિમલા અને સિરમૌરના દુર્ગમ વિસ્તારોમાં આવો જ મામલો સામે આવ્યો હતો.
  Published by:ankit patel
  First published: