રેપ-છેડતીના વધતા જતાં કેસ : શિક્ષકોને તૈયાર થઈને સ્કૂલે આવવા પર પ્રતિબંધ!

રેપ-છેડતીના વધતા જતાં કેસ : શિક્ષકોને તૈયાર થઈને સ્કૂલે આવવા પર પ્રતિબંધ!
પ્રતિકાત્મક તસવીર

અમુક શિક્ષકોને કારણે તમામ શિક્ષકોએ શરમાવવું પડે છે. આથી શિક્ષકોની જવાબદારી ખૂબ વધી જાય છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી :  હિમાચલ પ્રદેશની સરકારી સ્કૂલોમાં હવેથી શિક્ષકો ખૂબ સારી રીતે તૈયાર થઈને નહીં આવી શકે. સ્કૂલોમાં દુષ્કર્મ અને છેડતીના વધી રહેલા બનાવોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી આવી સૂચના આપવામાં આવી છે.

  આ અંગે મંગળવારે ઉચ્ચ શિક્ષણ ડિરેક્ટર ડો. અમરજીત કુમાર શર્માએ તમામ જિલ્લા ડેપ્યૂટી ડિરેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને જરૂરી સૂચનો આપ્યાં હતાં. તેમણે કહ્યુ કે શિક્ષકોએ સાદા કપડાં પહેરીને સ્કૂલે આવવું જોઈએ, જેનાથી ફેશન પ્રત્યે બાળકોનું ધ્યાન ઓછું જાય. શિક્ષકોને રોલ મોડલ માનવામાં આવે છે, અને બાળકો તેમની પાસેથી શીખતા હોય છે. આથી બાળકોને યોગ્ય દિશામાં લઈ જવાની જવાબદારી શિક્ષકોની હોય છે.  સ્કૂલો સાથે વાતચીત કરવા આદેશ

  એક ન્યૂઝપેપરના રિપોર્ટ પ્રમાણે ઉચ્ચ શિક્ષણ ડિરેક્ટરે સ્કૂલોના શિક્ષકો સાથે વાતચીત કરવાની સૂચના આપી છે. ડિરેક્ટરે કહ્યું કે છેલ્લા થોડા દિવસોથી સ્કૂલોમાં જાતિય શોષણના કેસ વધ્યા છે. અમુક શિક્ષકોને કારણે તમામ શિક્ષકોએ શરમાવવું પડે છે. આથી શિક્ષકોની જવાબદારી ખૂબ વધી જાય છે.

  બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખો

  ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચના પ્રમાણે તમામ શિક્ષકોએ ફાજલ સમયમાં લાઇબ્રેરી કે સ્ટાફ રૂમમાં બેસવાને બદલે સ્કૂલનું નિરીક્ષણ કરવાની અને બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. સ્કૂલના આચાર્યોને પણ નિયમિત રીતે શાળાના કેમ્પસનું નિરીક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  તાજેતરમાં થયેલા કેસ

  તાજેતરમાં ઉનાના અંબમાં સરકારી સ્કૂલના શૌચાલયમાં 15 વર્ષની કિશોરી પર દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં સ્કૂલના શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલા હમીરપુરમાં સ્કૂલ આચાર્ય પર વિદ્યાર્થિનીઓને અશ્લીલ સંદેશ મોકલવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાંગડામાં સ્કૂલ શિક્ષકે વિદ્યાર્થિનીનું યૌન શોષણ કર્યું હોવાનો માનલો સામે આવ્યો હતો.
  First published:June 26, 2019, 12:40 pm