વિરેન્દ્ર ભારદ્વાજ, મંડી: વિદાયના એક જ કલાકમાં દુલ્હન અને દુલ્હો જાન સાથે સાસરીમાં પરત ફરે (Groom retrun with bride) તો સ્વાભાવિક રીતે જ 'ભૂકંપ' આવી જાય. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લા (Mandi district)માં કંઈક આવું જ થયું હતું. હકીકતમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન (Himachal Pradesh Landsliding) થયું હતું, જેના પગલે રસ્તો બંધ થઈ ગયો હતો. જેના પગલે લોકોની સાથે સાથે આખી જાન (Barat) ફસાઈ ગઈ હતી. પછી તમામ લોકોએ દુલ્હનના ઘરે પરથ જવાનું યોગ્ય માન્યું હતું. જ્યારે દુલ્હો કલાકમાં જ દુલ્હન અને જાન સાથે પરત ફર્યો તો પરિવારના લોકો શરૂઆતમાં ચોંકી ગયા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે મંડી જિલ્લાના પધર ઉપમંડળના રોપા ગામનો આ કિસ્સો છે. અહીં એક દુલ્હો તમામ વિધિ પતાવ્યા બાદ દુલ્હન સાથે રવાના થયો હતો. પરિવારના લોકો પણ દુલ્હનને વિદાય કરીને આરામના મૂડમાં હતા. જોકે, વિદાયને કલાક પણ થઈ ન હતી અને દુલ્હો તેની દુલ્હન સાથે પરત આવ્યો હતો. એટલું જ નહીં, આખી જાન પણ પરત આવી હતી. આ દ્રશ્ય જોઈને દુલ્હનના પરિવારના લોકો ચોંકી ગયા હતા. જોકે, હકીકત જાણ્યા બાદ દુલ્હનના પરિવારે દુલ્હ-દુલ્હન અને જાનનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
હકીકતમાં પધર-બલ્હ વાયા ડાયનાપાર્ક રસ્તો સોમવારે સાંજે બલ્હ નજીક પહાડી વિસ્તારમાં થયેલા ભૂસ્ખલનને પગલે બંધ થઈ ગયો હતો. ખરાબ હવામાન અને રાત હોવાથી રસ્તા પરથી માટી હટાવી શકાઈ ન હતી. આથી દુલ્હો-દુલ્હને અને જાન રસ્તામાં જ ફસાઈ હતી. આથી લોકોએ રસ્તા પર રહેવાને બદલે દુલ્હનના ઘરે પર જવાનું યોગ્ય માન્યું હતું. જોકે, આ દરમિયાન અમુક લોકો પગપાળા ચાલીને પોતાના ઘરે પહોંચી ગયા હતા પરંતુ મોટાભાગના લોકો દુલ્હનના ઘરે પરત ફર્યાં હતાં.
વિદાયની કલાકમાં જ આખી જાનને પરત આવતી જોઈને પરિવારના લોકો વિચારમાં પડી ગયા હતા. આખી વાત જાણ્યા બાદ દુલ્હનના પરિવારના લોકોએ તમામ લોકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી. બીજી દિવસે રસ્તા પરથી માટી અને પથ્થરો હટ્યા બાદ દુલ્હો તેની દુલ્હન સાથે ઘરે જઈ શક્યો હતો.
આ મામલે લોક નિર્માણ વિભાગ પધરના અધિકારીએ જણાવ્યું કે, બલ્હ નજીક ભૂસ્ખલન થયું હતું. જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. આથી એક જાન તેમજ દુલ્હો અને દુલ્હન રસ્તામાં ફસાયા હતા. મંગળવારે સવારે સાત વાગ્યે વૈકલ્પિક રસ્તો શરૂ કરીને તેમને તેમના ગામ મોકલવામાં આવ્યા હતા. ભારે ભૂસ્ખલનને કારણે આ રસ્તો વારેવારે બંધ થઈ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર