ઉનાઃ વિશાળકાય અજગરે ગાય ઉપર કર્યો હુમલો, જીવના જોખમે યુવકે બચાવ્યો જીવ, જુઓ Video
ઉનાઃ વિશાળકાય અજગરે ગાય ઉપર કર્યો હુમલો, જીવના જોખમે યુવકે બચાવ્યો જીવ, જુઓ Video
અજગરે ગાય ઉપર કર્યો હુમલો
Himachal pradesh news: એક વિશાળકાય અજગરે એક ગાય ઉપર હુમલો કર્યો હતો. ત્યારે મંદિરની ગોશાળામાં ગાયોની દેખરેખ કરનાર સત્તૂ નામના યુવકે જીવના જોખમે ગાયને અજગરના કબ્જામાંથી છોડાવી હતી.
ઉનાઃ હિમાચલ પ્રદેશના (Himachal pradesh) ઉના (Una) જિલ્લામાં નજીક કોટલા વિસ્તારમાં પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ મહાદેવ મંદિરના ગોશાલામાં અફરા-તફરી મચી ગઈ હતી. કાણ કે એક વિશાળકાય અજગરે (Python Attack on Cow)એક ગાય ઉપર હુમલો કર્યો હતો. ત્યારે મંદિરની ગૌશાળામાં ગાયોની દેખરેખ કરનાર સત્તૂ નામના યુવકે જીવના જોખમે ગાયને અજગરના કબ્જામાંથી છોડાવી હતી.
મળતી માહિતી પ્રમાણે ગૌશાળામાં બધી ગાયોને ઘાસ ચારો નાખ્યા બાદ શનિવારે મોડી રાત્રે સત્તૂ ગાયોની દેખરેખ માટે ગૌશાળામાં ગયો હતો. આ દરમિયાન ગૌશાળાની અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ગયો હતો. એક વિશાળકાય અજગર એક ગાયનો પોતાના કબ્જામાં લેવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યારે તરત જ તેણે અજગરને ત્યાંથી હટાવવાનો પ્રયત્ન કર્યો હતો.
હોબાળો મચાવતા લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા
યુવકે હોબાળો કરતા અવાજ સાંભળીને અન્ય લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે, સત્તૂએ જીવના જોખમે ગાયને અજગરના કબ્જામાંથી છોડાવી લીધી હતી. મહાદેવ મંદિરના મહંત મંગલાનંદ મહારાજે શ્રદ્ધાળુઓને આહવાન કર્યું છે કે રાત્રે અથવા સવારના સમયે પોતાની સાથે રોશનીની વ્યવસ્થા કરીને આવે.
મંદિરની આજુબાજુ રહે છે જંગલી જીવ જંતું
તેમણે કહ્યું કે વન ક્ષેત્રમાં સ્થિત મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં અનેક પ્રકારના જંગલી જીવ જંતુઓ જાનવર રહે છે. જ્યારે વરસાદના મૌસમમાં સાંપ વિંચ્છી વગેરે જીવોનો ખતરો વધારે રહે છે. એટલા માટે બધા લોકો પોતાની સુરક્ષાનું ધ્યાન રાખતા રાતના સમયે ઘરની બહાર મંદિર માટે ના નીકળે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર મગર અને અજગરનો એક વીડિયો વાયરલ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો (Austrelia) આ વીડિયો થોડા વર્ષો જૂનો છે. ઓસ્ટ્રેલિયામાં એક અજગર અને મગર વચ્ચે (crocodile and python fight video) ખુની જંગની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે મગર અને અજગર એકબીજાના જાનના દુશ્મન બન્યા છે જેમાં મગરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભિમકાય અજરગ મગરને જીવતો ગળી ગયો હતો.
ઓસ્ટ્રેલિયાના ક્વીસલેન્ડમાં એક મગર ખતરનાક અજગર સાથે ભીડાઈ યો હતો. જોવામાં અને સાંભળવામાં તમને લાગશે કે બંને વચ્ચે લડાઈમાં મગરની જીત થઈ હશે પરંતુ એવું ન્હોતું થયું. આ લડાઈમાં અજગરે બાજી મારી લીધી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર