આ દેશમાં હાઇ હીલ સેન્ડલ પહેરવી ફરજિયાત, આવું છે કારણ

આ દેશમા હવે મહિલાઓ માટે હાઇહીલ પહેરવી ફરજિયાત

થોડા દિવસ પહેલા, જાપાનમાં સ્ત્રીઓને હાઇ હીલ પહેરવાના રિવાજ સામે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પછી જાપાનના આરોગ્ય અને શ્રમ પ્રધાને તે કાર્યસ્થળના નિયમોને સાચો ન્યાય આપ્યો છે.

 • Share this:
  જાપાન વિશ્વનો પ્રથમ દેશ હશે જ્યાં હવે તમામ મહિલાઓ માટે હાઇ હીલ્સ પહેરવાનું ફરજિયાત થઇ રહ્યું છે. હકીતતમાં થોડા દિવસ પહેલા, જાપાનમાં સ્ત્રીઓને હાઇ હીલ પહેરવાની રીત સામે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પછી જાપાનના આરોગ્ય અને શ્રમ પ્રધાને તે કાર્યસ્થળના નિયમોને ન્યાય આપ્યો છે. એવું કહેવાય છે કે આ દેશમાં મહિલાઓ માટે ઉંચી હીલ પહેરવી યોગ્ય અને ફરજિયાત છે.

  ત્યારબાદ તેનું આ નિવેદન સામે આવ્યું છે. મહિલાઓના આ સમુહે રોજગારની અરજી અથવા કામના સ્થળોમાં મહિલા કર્મીઓને હાઇ હીલ પહેરવાને ફરજિયાત કરવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતા અરજી દાખલ કરી છે. કાયદાકીય સમિતિએ જણાવ્યું હતું કે સામાજીક રુપથી આ રીતે સ્વીકાર કરવામાં આવ્યું છે. જ્યા તે વ્યવસાયિક રુપથી ફરજિયાત અને યોગ્ય છે.

   મંગળવારે શ્રમ મંત્રાલયે આ અરજી રજૂ કરી હતી. જાતીય સતામણી સામે આ અભિયાનને ગ્લોબલ મી ટૂ ના આધારે કૂ -ટૂ નામ આપવામાં આવ્યું છે.  આ જાપાની શબ્દ કાત્સુ અને કુત્સુથી આવ્યો. કાત્સૂ એટલે જૂતા, જ્યારે કુત્સુનો અર્થ પીડા થાય છે. આ ઝુંબેશની શરૂઆત અભિનેત્રી અને ફ્રીલાન્સ લેખક યુમી ઇશિકાવાએ શરુ કરી અને જલદી જ હજારો લોકોનો ટેકો મળવા લાગ્યો.
  Published by:Bhoomi Koyani
  First published: