બાળકોની આયા ઉપર હિડન કેમેરાથી નજર રાખતો હતો કરોડપતિ બાપ, જ્યારે મહિલાએ ચેક કર્યું મેમરી કાર્ડ તો ઉડી ગયા હોશ!
બાળકોની આયા ઉપર હિડન કેમેરાથી નજર રાખતો હતો કરોડપતિ બાપ, જ્યારે મહિલાએ ચેક કર્યું મેમરી કાર્ડ તો ઉડી ગયા હોશ!
રૂમમાં ઉંઘતી આયાની તસવીર
America OMG news: એક મહિલા જ્યારે કરોડપતિના ઘરમાં (Nanny in Millionaire house) આયા બનીને ઘરે પહોંચી ત્યારે તે ખુબ જ ખુશ હતી. પરંતુ તેની બધી ખુશી એક દિવસ ત્યારે ગાયબ થઈ જ્યારે પોતાના રૂમમાં હિડન કેમેરા (Hidden Camera in room) જોયો. તેણે જ્યારે મેમરી કાર્ડના સ્ટોરી વીડિયો (video of hidden camera) જોયા તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
Ajab-Gajab: સામાન્ય રીતે માતા-પિતા પોતાના બાળકોને પોતે સંભાળી લે છે પરંતુ અનેક લોકો પોતાના કામમાં વ્યસ્ત હોય છે ત્યારે બાળકોને સંભાળવા માટે આયા (Nanny) રાખતા હોય છે. જે બાળકોની દેખભાળ રાખે છે. અમેરિકામાં (America) એક મહિલા જ્યારે કરોડપતિના ઘરમાં (Nanny in Millionaire house) આયા બનીને ઘરે પહોંચી ત્યારે તે ખુબ જ ખુશ હતી. પરંતુ તેની બધી ખુશી એક દિવસ ત્યારે ગાયબ થઈ જ્યારે પોતાના રૂમમાં હિડન કેમેરા (Hidden Camera in room) જોયો. તેણે જ્યારે મેમરી કાર્ડના સ્ટોરી વીડિયો (video of hidden camera) જોયા તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
કોલંબિયાની (Columbia) રહેનારી 25 વર્ષીય કેલી અંદ્રાદે (Kelly Andrade) હોમ કેર ક્ષેત્રમાં નોકરી કરવા માંગતી હતી. એટલા માટે તેણે કાયદેસરની લાંબી ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ તેની કિસ્મત ચમકી ગઈ હતી. તેને અમેરિકામાં કલ્ચરલ કેયર એયુ પેયર (Cultural Care Au Pair) નામની કંપનીમાં નોકરી મળી હતી. આ કંપની ઘરમાં કામ કરવા માટે કેયરટેકર્સ ઉપલબ્ધ કરાવે છે.
કંપનીએ મહિલાને એક કરોડપતિ શખ્સ, એસ્પોસીતોના (Michael Esposito) ઘરે મોકલી હતી. એસ્પોસીતો અને તેની પત્ની ડેનિયલને ચાર બાળકો છે. તેમનું ઘર પાંચ કરોડ રૂપિયાથી વધારે કિંમતનું હતું.
આ વ્યક્તિ બિઝનેસમેન હતો. ઘર ખુબ જ ખૂબસુરત હતું. એટલા માટે કેલીને ત્યાં નોકરી મળવાથી તે ખુશ હતી. પતિ પત્નીએ કેલીને રહેવા માટે મોટો રૂમ આપ્યો હતો. જે એસ્પોસીતોના બાળકોને દિવસભર સંભાળતી હતી. રાત્રે ત્યાં જ સુઈ જતી હતી.
(તસવીરTwitter/@101Biography)
એક રાત્રે કેલીને સીલિંગ ઉપર લાગેલા સ્મોક ડિટેક્ટર (Smoke Detector) ઉપર શંકા ગઈ હતી. અને તેણે સ્મોક ડિટેક્ટરની તપાસ કરી તેની અંદરથી એક નાનો કેમેરા (Hidden camera in smoke detector) મળ્યો તો. જેમાં મેમેરી કાર્ડ લાગેલું હતું.
25 વર્ષની કેલી અંદ્રાદે એક કરોડપતિ વ્યક્તિના ચાર બાળકોની આયા હતી
કેલીએ જ્યારે મેમેરી કાર્ડ કાઢીને ચોક કર્યું તો તે ચોંકી ગઈ હતી. આ મેમેરી કાર્ડમાં તેને 100થી વધારે ન્યૂડ વીડિયો જોયા હતા. આ બધા વીડિયો તેના કપડા ઉતારવા કે કપડા પહેરવા સમયના હતા. જેવો જ કેમેરા ત્યાંથી કાઢ્યો કે એસ્પોસીતોને જાણ થઈ ગઈ હતી. તેના દરવાજા ઉપર જોરજોરથી ખખડાવતો હતો.
માલિકના આવવાથી કેલી ખુબ જ ડરી ગઈ હતી. તેણે સુવાનું નાટક કર્યું પરંતુ વ્યક્તિ દરવાજો ખખડાવતો રહ્યો હતો. કેલીને લાગ્યું કે તેની પાસે હથિયાર હોઈ શકે છે અને તેણે ત્યાંથી ભાગી જવામાં જ સમજદારી દાખવી હતી. અને તે બારી કૂદીને ત્યાંથી ભાગી ગઈ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર