સાપ દરરોજ ચોરી જતો હતો ઇંડા, મરઘીએ સાપને ભણાવ્યો પાઠ, લોકો કરી રહ્યા છે પ્રશંસા

સાપ દરરોજ ચોરી જતો હતો ઇંડા, મરઘીએ સાપને ભણાવ્યો પાઠ, લોકો કરી રહ્યા છે પ્રશંસા
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી તસવીર.

અમેરિકાના ટેક્સાસમાં એક મરઘીએ તેના ઇંડા ચોરી જતાં સાપને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

 • Share this:
  ટેક્સાસ: મનુષ્યો જ નહીં પરંતુ પક્ષી (Birds)ઓ પણ સાપથી ડરે છે. હવે જો કોઈ નાનું પક્ષી સાપ (Snake) સાથે બાથ ભીડી લે તો શું કહેશો? એક મરઘીએ પોતાના ઇંડા (Egg)ને બચાવવા માટે આવું જ કંઈક કર્યું હતું. હકીકતમાં અમેરિકાના ટેક્સાસ (Texas-US)માં આવો જ બનાવ સામે આવ્યો છે. અહીં એક મરઘીએ પોતાના ઇંડા બચાવવા માટે સાપને એવો તો પાઠ ભણાવ્યો કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

  આ કેસ અમેરિકાના ટેક્સાસનો છે. અહીં રહેતી સારા એલિસનના ઘરમાંથી સાપ દરરોજ મરઘીના ઇંડા ચોરી જતો હતો. તેની મરઘીનું નામ બર્નાડેટ છે. આ વખતે જ્યારે બર્નાડેટે ઇંડા આપ્યા તો તેણી તેના પર બેસી ગઈ હતી. આ દરમિયાન સાપ મરઘીના ઇંડા ચોરવા માટે આવ્યો હતો. આ વખતે મરઘીએ સાપને ગણકાર્યો નહીં અને પોતાના ઇંડા પર બેસી રહી હતી.  સાપ હળવેકથી ઇંડા પાસે પહોંચી ગયો હતો, પરંતુ બર્નાડેટ કદાચ પૂરી તૈયારી સાથે બેઠી હતી. તેણે હિંમત બતાવી અને સાપના આવવા છતાં ત્યાંથી ઉઠી કે ભાગી નહીં. ઇંડા ચોરવા આવેલા સાપને મરઘીએ સારો પાઠ ભણાવ્યો હતો. મરઘી પોતાના ઇંડા પર બેસી જ રહી અને આ જોઇને સાપ પણ કંઈ કરી શક્યો ન હતો.

  આ પણ વાંચો:  ખુશખબર! લૉકડાઉનમાં સમયસર EMI ચૂકવનાર લોનધારકોના ખાતામાં દિવાળી પહેલા જમા થશે રકમ, સરકારી આપી જાણકારી

  થોડા સમય પછી બર્નાડેટ સાપ અને ઇંડા બંને પર બેસી ગઈ હતી. ઇંડા ચોરવા આવેલો સાપ મરઘીના વજન નીચે દબાયેલો રહ્યો હતો. થોડા સમય પછી સારા ત્યાં પહોંચી ત્યારે તેણીએ જોયું કે બર્નાડેટ સાપ અને ઇંડા બંને પર બેઠી છે. જે બાદમાં તેણીએ પોતાના મોબાઇલ ફોનમાં આ દ્રશ્ય કેદ કરી લીધું હતું. સારાએ આ આખી ઘટનાને ફેસબુક પર પોસ્ટ કરી છે. સારાની આ તસવીર વાયરલ થઈ રહી છે. સારાએ આ પોસ્ટમાં લખ્યું છે કે તેણી અસમંજસમાં હતી કે આ પરિસ્થિતિમાં શું કરવું કે જેનાથી બંનેમાંથી કોઈને નુકસાન ન પહોંચે.

  આ પણ જુઓ-

  સારાએ જણાવ્યું હતું કે, "આવી સ્થિતિમાં મેં કંઈ જ ન કરવાનું યોગ્ય સમજ્યું હતું. મેં સાપ અને મરઘીને એકલા છોડી દીધા હતા. બાદમાં જોયું તો સાપે મરઘીને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું. બસ થોડા ઇંડા અહીં તહીં પડ્યા હતા."
  Published by:Vinod Zankhaliya
  First published:October 26, 2020, 16:06 pm

  टॉप स्टोरीज