જ્યારે મરઘીઓએ હુમલો કરી એક શિયાળનો લઈ લીધો જીવ

News18 Gujarati
Updated: March 17, 2019, 5:38 PM IST
જ્યારે મરઘીઓએ હુમલો કરી એક શિયાળનો લઈ લીધો જીવ
પ્રતિકાત્મક તસવીર

પૂર્વોત્તર ફ્રાંસના એક વિસ્તારમાં મુરઘીઓએ ભેગી થઈ એક શિયાળનો જીવ લઈ લીધો

  • Share this:
પૂર્વોત્તર ફ્રાંસના એક વિસ્તારમાં મુરઘીઓએ ભેગી થઈ એક શિયાળનો જીવ લઈ લીધો. માનવામાં આવી રહ્યું છે કે, શિયાળ સાંજના સમયે અંધારૂ હોવાથી શિકાર કરવા મરઘીઓના પીંજરામાં ઘુસી આવ્યું અને ત્યાં જ ફંસાઈ ગયું. કેમ કે, પીંજરૂ ઓટોમેટિક હતું, જેના કારણે સૂરજ ઢળતા જ આ પીંજરૂ ઓટોમેટિક બંધ થઈ ગયું.

સવારના સમયે ફાર્મિંગ સ્કૂલના કેટલાક વિદ્યાર્થી જ્યારે ચિકનની સાર સંભાળ લેવા માટે ગયા તો તેમણે અંદર એક શિયાળને મરેલુ જોયું. સ્કૂલમાં ફાર્મિંગ વિભાગના અધ્યક્ષ પાસ્કલ ડેનિયલે કહ્યું કે, પીંજરાના ખુણામાં અમે એક શિયાળને મરેલું જોયું.

તેમણે આશંકા વ્યક્ત કરી કે, જવું મરઘીઓને લાગ્યું હશે કે, કોઈ જાનવર અંદર આવી ગયું છે, તો મરઘીઓએ ચાંચથી તેના પર હુમલો કરી તેને મારી દીધુ હશે.

આ ફાર્મ હાઉસમાં દિવસભર મરઘીઓ બહાર સમય વીતાવે છે, જોકે, ઈંડા તે પીંજરામાં મુકે છે, અને અહીં શિયાળ ઘુસી ગયું. તેમણે જણાવ્યું ગત વર્ષે પણ એક શિયાળ આ રીતે મરઘીના ઘરમાં ઘુસી ગયું હતું. તે સમયે પણ મરઘીઓએ શિયાળને ઘણું ઈજાગ્રસ્ત કર્યું હતું.
First published: March 17, 2019, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading