ભારે વરસાદથી તણાયો આખો બ્રિઝ, વાયરલ થયો આ Video

News18 Gujarati
Updated: March 29, 2019, 7:10 AM IST
ભારે વરસાદથી તણાયો આખો બ્રિઝ, વાયરલ થયો આ Video
પુરમાં તણાઈ ગયો પૂરો બ્રિજ - ફોટો ક્રેડિટ ODN

શહેરમાં ભારે વરસાદના કારણે ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. રોડ અને વાહન વ્યવહારના તમામ સાધન બંધ કરી દેવામાં આવ્યા.

  • Share this:
વેસ્ટલેન્ડ: કુદરતની કહેર આગળ કોઈનું નથી ચાલતુ. ભૂકંપ હોય કે, પછી પૂર, જ્યારે પણ આવે છે ત્યારે માનવે બનાવેલી મજબૂત વસ્તુઓ પણ નથી બચી શકતી. આ પ્રાકૃતિક આપદા પોતાની સાથે બધુ જ વહાવી લઈ જાય છે. હાલમાં જ કુદરતનો એક ભયાનક કહેર જોવા મળ્યો છે. જ્યારે એક મજબૂત લાંબો-પહોળો બ્રિજ પાણીની લહેરોમાં પત્તાની જેમ તણાઈ ગયો. તમે પણ જુઓ રૂવાંટા ઉભો કરી દેવો નજારો

આ નજારો ન્યૂઝીલેન્ડના વાઈઓ બ્રિઝનો છે. ભારે વરસાદમાં આ બ્રિજ પત્તાની જેમ તણાઈ જાય છે. વેસ્ટલેન્ડ શહેરમાં ભારે વરસાદના કારણે ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

ભારે વરસાદના કારણે લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, લોકો પોતાના ઘરની બહાર ન નીકળે. રોડ અને વાહન વ્યવહારના તમામ સાધન બંધ કરી દેવામાં આવ્યા છે.વેસ્ટલેન્ડના મેયર Bruce Smithનું કહેવું છે કે, આ શહેરમાં 100 વર્ષ બાદ આવો વરસાદ થયો છે. જેની અસર પૂરા શહેરમાં જોવા મળી રહી છે. મે ક્યારે પણ અહીંની નદીઓમાં આવુ ભયંકર પૂર નથી જોયું.

આ આપતકાલિન સ્થિતિને જોતા આસ-પાસના લોકોએ વિસ્તારને જાતે જ ખાલી કરી દીધો છે.ઈરાનમાં પણ ભારે વરસાદનો કહેર ચાલુ છે. અહીં પણ કેટલાએ લોકોએ ભારે વરસાદથી જીવ ગુમાવ્યો છે, અને તાબાહી ચાલુ જ છે. આ શહેરમાં થઈ રહેલા ભારે વરસાદનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

First published: March 28, 2019, 10:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading