તમિલનાડુમાં એક પોલીસકર્મીએ બાઇક ચાલકને અટકાવ્યો, પછી જે થયું તે ચોક્કસ તમારું દિલ જીતી લેશે! જુઓ વીડિયો

વીડિયો પરથી લેવાયેલી તસવીર.

આ પોલીસકર્મીએ એક બાઇકરને અટકાવ્યો હતો. જોકે, બાઇકરને દંડ કરવા માટે નહીં પરંતુ એક ભલા કામ કરવા માટે અટકાવ્યો હતો

  • Share this:
    ચેન્નાઇ: જો તમે બાઇક (bike) કે કોઈ અન્ય વાહન (Vehicle) લઈને જઈ રહ્યો છે અને રસ્તામાં પોલીસ (Police) તમને અટકાવે એટલે સમજી લો કે તમારું ખિસ્સું હળવું થવાનું છે. પરંતુ તમિલનાડુ (Tamil Nadu)ના એક પોલીસકર્મીએ બધા લોકોની દીલ જીતી લીધું છે. આ પોલીસકર્મીએ એક બાઇકરને અટકાવ્યો હતો. જોકે, બાઇકરને દંડ કરવા માટે નહીં પરંતુ એક ભલા કામ કરવા માટે અટકાવ્યો હતો. હકીકતમાં એક બાઇકર તમિલનાડુના ટેનકાસી ખાતે જઈ રહ્યો હતો, આ દરમિયાન એક પોલીસકર્મીએ તેને અચાનક અટકાવ્યો હતો.

    આ અંગેનો વીડિયો એક યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી બાઇકરને પૂછી રહ્યો છે કે શું તે કર્ણાટકનો છે. બાઇકર જ્યારે હા કરે છે ત્યારે પોલીકર્મી તેને કહે છે કે, તું જઈ રહ્યો છે તો રોડ પર આગળ એક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ જઈ રહી છે. જેમાં એક વૃદ્ધ મહિલા બેઠા છે. એ વૃદ્ધ મહિલાની દવાની એક બોટલ નીચે પડી ગઈ છે. જે બાદમાં પોલીસકર્મી દવાની બોટલ આપીને બાઇક ચાલકને તે બસને પકડવાનું કહે છે અને તે બોટલ વૃદ્ધાને આપવાનું કહે છે.

    આ પણ વાંચો: GoAir IPO: ગોએર લાવી રહી છે 2,500 કરોડ રૂપિયાનો IPO, જાણો વધારે વિગતો



    જે બાદમાં બાઇકર પોતાની બાઇકની ઝડપ વધારે છે અને બસનો પીછો કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇકર તે બસને શોધી કાઢે છે અને તેના ડ્રાઇવરને બસ થોભાવવાનો ઇશારો કરે છે. બસ ઊભી રહેતા જ બાઇકર જે મહિલાની દવાની બોટલ પડી ગઈ હતી તેને તે સોંપી દે છે.

    આ પણ વાંચો: અમદાવાદ: 'તું મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે,' યુવકને લોખંડની પાઇપથી માર માર્યો, કપડાં કાઢી વીડિયો ઉતાર્યો

    આ વીડિયો યુ-ટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યા બાદ તેને ત્રણ લાખથી પણ વધારે વખત જોવામાં આવી ચૂક્યો છે. આ વીડિયો પર લોકો અવનવી કૉમેન્ટ્સ કરી રહ્યા છે. અનેક યૂઝર્સ પોલીસકર્મી અને બાઇક ચાલકની પ્રશંસા કરી રહ્યા છે. અમુક લોકો એવા પણ છે જેઓ આ ઘટનાને ડ્રામા ગણાવી રહ્યા છે. તમે આ ઘટના વિશે શું માનો છો?
    Published by:Vinod Zankhaliya
    First published: