આરોગ્ય કર્મચારીઓની આવી ક્રૂરતા જોઈ મન થઈ શકે છે વિચલિત, મજબૂત કાળજાવાળા જ જોજો આ Video!
આરોગ્ય કર્મચારીઓની આવી ક્રૂરતા જોઈ મન થઈ શકે છે વિચલિત, મજબૂત કાળજાવાળા જ જોજો આ Video!
લાકડીઓ વડે માર મારી નિર્દોષનો જીવ લીધો
Health Workers beat Dog: જો તમારું દિલ મજબૂત હોય તો જ આ વિડિયો જોવાનો પ્રયત્ન કરો (Shocking Viral Video). આરોગ્ય કર્મચારીઓનો એક શ્વાનને નિર્દયતાથી મારતો આ વીડિયો (Animal Cruelty Video) તમને પરેશાન કરી શકે છે.
કોરોના (corona pandemic)ના કારણે વિશ્વને ઘણું નુકસાન થયું છે. આ વાયરસને કારણે લોકડાઉન (corona lockdown), ક્વોરેન્ટાઇન અને કેટલીય નવી શરતોનો સામનો કરવો પડ્યો. કોઈએ કલ્પના પણ કરી ન હતી કે દુનિયામાં એક એવો દિવસ આવશે જ્યારે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે અન્ય લોકો સાથેનો સંપર્ક કાપી નાખવો પડશે. કોરોનાની રસી (corona vaccine) બની ગઈ છે, છતાં તેનો કહેર યથાવત છે. આના કારણે જે વ્યક્તિ પોઝિટિવ આવ્યો છે તેણે અલગ ક્વોરેન્ટાઇન થવું પડશે. સોશિયલ મીડિયા પર એક મહિલાએ બતાવ્યું કે કેવી રીતે તેની પીઠ પાછળ આરોગ્ય કર્મચારીઓએ તેના પાલતુ ડોગને (Chinese Health Workers Killed Dog) મારી નાખ્યો.
સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર એક મહિલાએ તેના ડોગ પર આચરેલ નિર્દયતાનો વીડિયો શેર કર્યો છે. મહિલાનું નામ યી ઝી સુ કી છે. તે ચીનના ગુઆંગડોંગ પ્રાંતની રહેવાસી છે. તેણે આ વીડિયો સૌથી પહેલા ચીનની સોશિયલ મીડિયા સાઈટ Weibo પર શેર કર્યો હતો.
જેમાં તેણે ઘટનાની વિગતો પણ શેર કરી હતી. તેની પીઠ પાછળ, તેના કૂતરા સમોયેદને બે આરોગ્ય કર્મચારીઓએ નિર્દયતાથી માર માર્યો હતો. આ ત્યારે કરવામાં આવ્યું જ્યારે તેની માલકિન યી ઝી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં હતી. પરંતુ આ ઘટના ઘરના રૂમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેના કારણે મામલો સામે આવ્યો હતો.
YOU MOTHER FUCKERS PUT THOSE MOTHER FUCKERS IN JAIL!
The anti-pandemic workers killed a Samoyed after its owner was quarantined😭
YOU FUCKING ANIMALS! WHAT IS WRONG WITH YOU!?
I HAVE A 80 WATT CO2 LASER YOU TOUCH MY FUCKING DOG I WILL BURN YOUR RETINAS OUT OF YOUR SKULL! pic.twitter.com/59R524vy6m
પરિવારના સભ્યની હત્યા
તેના પ્રિય ડોગને યાદ કરતાં યી ઝીએ કહ્યું કે તેણે અને તેના પ્રેમીએ ત્રણ વર્ષ અને ત્રણ મહિના સુધી સમોયેડનો ઉછેર કર્યો હતો. તે ઘરના સભ્ય જેવો હતો. પરંતુ તે જ ઘરમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલા વિશે કહેવામાં આવી રહ્યું છે કે યી ઝીને 2 માર્ચે ક્વોરેન્ટાઇન સેન્ટર મોકલવામાં આવ્યા હતા. વાસ્તવમાં તેના પ્રેમીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના કારણે તેને આઈસોલેટ કરવામાં આવ્યો હતો. તેને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ડોગને લાવવાની મંજૂરી નહોતી. જેના કારણે તેને ઘરે એકલા રહેવું પડ્યું હતું. પરંતુ તેણીને ખ્યાલ નહોતો કે હવે તે તેના ડોગને જીવતા મળી શકશે નહીં.
કામદારો ઘરને સેનિટાઇઝ કરવા આવ્યા હતા
જ્યારે યી ઝી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં હતી, ત્યારે બે આરોગ્ય કર્મચારીઓ તેના ઘરને સેનિટાઇઝ કરવા આવ્યા હતા. તેમને જોઈને ડોગ ભસવા લાગ્યો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ડોગને ભસતા જોઈને આરોગ્ય કર્મચારીઓએ તેને મારવાનું શરૂ કરી દીધું હતું. કૂતરો જીવ બચાવવા કિનારા તરફ ભાગતો રહ્યો પરંતુ બંનેએ તેને ઘેરી લીધો અને માર મારવા લાગ્યો. ડોગ જોર જોરથી ચીસો પાડી રહ્યો હતો પણ બંનેને દયા ન આવી. તેઓએ ડોગને એટલો માર્યો કે તે મરી ગયો. યી ઝીએ ટ્વિટર પર તેનો વીડિયો શેર કરીને બંનેને કડક સજાની માંગ કરી છે. લોકો પણ આ વીડિયોની જોરદાર નિંદા કરી રહ્યા છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર