Home /News /eye-catcher /પોલીસ ચલણના ડરથી હેલ્મેટ પહેરીને શાકભાજી વેચવાની કરી શરૂઆત, વીડિયો જોઇને નહીં રોકી શકો હસવું
પોલીસ ચલણના ડરથી હેલ્મેટ પહેરીને શાકભાજી વેચવાની કરી શરૂઆત, વીડિયો જોઇને નહીં રોકી શકો હસવું
હેલ્મેટ પહેરીને શાકભાજી વેચતો જોવા મળ્યો યુવક (ફાઈલ તસવીર)
viral video: વાયરલ વીડિયોમાં યુવક હેલ્મેટ પહેરીને લારીમાં શાકભાજી વેચતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો મધ્યપ્રદેશના સીધી જિલ્લાનો છે. આ વીડિયોને સુબેદાર ભાગવત પ્રસાદ પાંડેએ શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા તેમણે લખ્યું છે કે, 'ડર નહીં, જાગૃતિની જરૂર છે.’ જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે ટ્રાફિક પોલીસે લેકલ્ટ્રેટ પાસે ચેકિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.
મધ્યપ્રદેશઃ ઘણી વખત પોલીસ મોટરસાયકલ ચલાવતી વખતે હેલ્મેટ (Helmet) ન પહેરનારાઓ સામે ઝુંબેશ ચલાવે છે અને ટ્રાફિકના નિયમો (Traffic Rules)નો ભંગ કરનારાઓ પાસેથી દંડ વસૂલે છે. પોલીસ આવું એટલા માટે કરે છે કે બાઇક સવાર લોકો જાગૃત થાય અને પોતાની સુરક્ષાનું (public Safety) ધ્યાન રાખે. જેથી કોઇ પણ દુર્ઘટના સર્જાય તો ચાલક પોતાનો જીવ બચાવી શકે. પરંતુ શું તમે કોઈને હેલ્મેટ પહેરીને લારી ચલાવતા જોયા છે? જી હા, મધ્યપ્રદેશમાં એક યુવક ચાલાન કપાવાના ડરથી હેલ્મેટ પહેરીને લારીમાં શાકભાજી વેચતો જોવા મળ્યો (young man wearing helmet during selling vegetables) હતો. યુવકનો આ વિડીયો ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયો જોઈને તમને પણ હસવું આવી જશે.
સુબેદાર ભાગવત પ્રસાદ પાંડેએ શેર કર્યો વીડિયો
વાયરલ વીડિયોમાં યુવક હેલ્મેટ પહેરીને લારીમાં શાકભાજી વેચતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો મધ્યપ્રદેશના સીધી જિલ્લાનો છે. આ વીડિયોને સુબેદાર ભાગવત પ્રસાદ પાંડેએ શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા તેમણે લખ્યું છે કે, 'ડર નહીં, જાગૃતિની જરૂર છે.’ જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે ટ્રાફિક પોલીસે લેકલ્ટ્રેટ પાસે ચેકિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ દરમિયાન હેલ્મેટ નહીં પહેરનાર અને ટ્રાફિકના નિયમો તોડનાર પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન આ લારીવાળો પણ એ રસ્તેથી પસાર થતો હતો. તેને ડર હતો કે જો તે હેલ્મેટ નહીં પહેરે તો પોલીસ તેનું પણ ચલણ કાપી લેશે. જેથી તેણે આ હેલ્મેટ અન્ય વ્યક્તિ પાસેથી લીધું હતું. રસ્તા પર હેલ્મેટ પહેરીને લારી ચલાવતા આ શખ્સને જોઇને પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઇ હતી. પોલીસે આ વ્યક્તિ સાથે વાત કરી. જેને સાંભળીને તમે તમારું હસવું રોકી શકશો નહીં.
યુવક પોલીસકર્મીઓને કહે છે કે તેને રસ્તામાં ખબર પડી કે આગળ પોલીસ ચેકિંગ ચાલી રહ્યું છે અને હેલ્મેટ ન પહેરનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તેને લાગ્યું કે જો તે પણ હેલમેટ નહીં પહેરે તો તેને દંડ પણ ભરવો પડશે. જો કે, પોલીસકર્મીઓએ લારી ચલાવતા યુવકને સમજાવ્યું હતું કે, આ હેલ્મેટ તેના માટે નહીં પરંતુ ટુ-વ્હીલર ચલાવતા લોકો માટે જરૂરી છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર