ચોરી કરવા કંઈ ન મળ્યું તો બદમાશો લોખંડનો દરવાજો જ ઉખાડીને ભાગી ગયા, VIRAL VIDEO જોઈ હસી પડશો

બદમાશો લોખંડનો દરવાજો ચોરી જવાનો વીડિયો CCTVમાં કેદ થયો. (તસવીર- વીડિયોગ્રેબ)

Viral Video: નશાબાજ યુવકો ચોરીના રવાડે ચડ્યા, કંઈ હાથમાં ન આવ્યું તો ઘરનો દરવાજો જ ઉઠાવી ગયા

 • Share this:
  જસપાલ સિંહ, ફતેહાબાદ. બદમાશો દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવો એ સામાન્ય વાત છે. પરંતુ ક્યારેક ચોર એવું કૃત્ય કરી નાખે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. હરિયાણાના (Haryana) ફતેહાબાદમાં (Fatehabad) શહીદ ઉધક સિંહ નગરમાં પણ ચોરોએ આવા જ એક કૃત્યને અંજામ આપ્યો છે, જેને જોઈને હેરાન તો થઈ જવાય છે પણ સાથોસાથ હસવું પણ આવે છે. મૂળે, બદમાશોને ચોરી માટે જ્યારે કંઈ પણ વસ્તુ ન મળી તો તેઓ એક ઘરની બહાર લાગેલા લોખંડના દરવાજાને જ ઉખાડીને (Thieves took away iron gate) લઈ ગયા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ (CCTV Footage) સામે આવ્યા છે.

  જેણે પણ ચોરોની આ હરકતનો વીડિયો જોયો છે તેઓ હેરાન રહી ગયા છે. બાઇક પર આવેલા ચોર કેવી રીતે પહેલા લોખંડના દરવાજાને ઉતારે છે અને પછી વજનમાં ભારે દરવાજાને બાઇક પર જ લઈને ભાગી જાય છે. નોંધનીય છે કે, ફતેહાબાદના શહીદ ઉધમ સિંહ નગરમાં ધોળેદિવસે મોટરસાઇકલ સવાર બે નશાબાજ યુવક એક પ્લોટમાં લાગેલા લોખંડના દરવાજાને ઉખાડીને મોટરસાઇકલ પર લઈને ભાગી ગયા.


  આ પણ જુઓ, VIDEO: બ્રિજની નીચે ફસાઈ ગયું Air Indiaનું વિમાન, લોકો થયા પરેશાન

  ઉધમ સિંહ નગરમાં રહેતી મહિલા કાંતા દેવીએ જણાવ્યું કે, તેણે પોતાના એક પરિચિતના ખાલી પ્લોટમાં શાકભાવી ઉગાડી હતી અને આ પ્લોટની આગળ લોખંડનો એક અસ્થાયી દરવાજો લગાવ્યો હતો, જેને બદમાશો ચોરી કરીને લઈ ગયા. કોલોનીમાં રહેતા અન્ય લોકોનું કહેવું છે કે આ ખાલી પ્લોટમાં સાંજના સમયે અનેક વ્યસની આવે છે અને નશાના ઇન્જેક્શન લે છે. આ બાબતે પોલીસને પણ અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ નશાબાજો પર કોઈ અસર નથી થતી.

  આ પણ વાંચો, 90 કિલોમીટરની માઇલેજ મળશે Hero HF100 બાઇકમાં, જાણો કેટલી છે કિંમત

  લોખંડનો દરવાજો ચોરી કરીને બાઇક પર ફરાર થયેલા બે યુવકોનો આ વીડિયો હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. CCTVમાં જોઈ શકાય છે કે, બાઇકની પાછળ બેઠેલી વ્યક્તિ નીચે ઉતરે છે અને થોડીવાર સ્થિતિનું નિરીક્ષણ કરતો રહે છે. તે સારી તકની રાહ જોઈ રહ્યો હોય છે. તે પ્લોટની અંદર પણ સતત નજર રાખી રહ્યો છે. જ્યારે તેને મોકો મળે છે તો એક બદમાશ એકલેહાથે દરવાજો ઉતારીને આ ભારે દરવાજાને બાઇકની પાછળ લઈને બેસી જાય છે. બંને જણા ક્ષણભરમાં જ ત્યાંથી રવાના થઈ જાય છે.
  Published by:Mrunal Bhojak
  First published: