અધિકારીએ ચહેરો જોઈને પાસપોર્ટ બનાવવાનો ઇન્કાર કરી દીધો, લખ્યું- 'નેપાળી જેવા લાગો છો'

અધિકારીએ ચહેરો જોઈને પાસપોર્ટ બનાવવાનો ઇન્કાર કરી દીધો, લખ્યું- 'નેપાળી જેવા લાગો છો'
પાસપોર્ટ માટે અરજી કરનાર યુવતી.

સંતોષનો જન્મ અંબાલામાં જ થયો છે. સંતોષે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. સંતોષ પોતાના પિતાના બ્યૂટિકમાં કામ કરે છે.

 • Share this:
  અંબાલા : પાસપોર્ટ બનાવવા માટે ચંદીગઢ ગયેલી બે સગી બહેન હીના અને સંતોષ સાથે અજીબ બનાવ બન્યો છે. ભારતમાં જન્મેલી અને અહીં જ મોટી થયેલી બે બહેનો જ્યારે પાસપોર્ટ ઓફિસ પહોંચી તો ત્યાં હાજર અધિકારીએ બંનેના દસ્તાવેજ તપાસ્યા વગર ચહેરા જોઈને જ પાસપોર્ટ બનાવવાનો ઇન્કાર કરી દીધો હતો. ચહેરો જોઈને અધિકારીએ કહી દીધું કે તમારો પાસપોર્ટ નહીં બની શકે.

  અધિકારીએ આ માટે દસ્તાવેજમાં એવી ટિપ્પણી કરી કે તેને જોઈને ખૂદ અંબાલા નાયબ પોલીસ કમિશનર હેરાન થઈ ગયા હતા. પાસપોર્ટ બનાવવા પહોંચેલી સંતોષ પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીની ડિગ્રી પણ છે. પરંતુ પાસપોર્ટ કાર્યાલય ખાતે આ દસ્તાવેજો જોયા વગર જ તેને નેપાળી કહી દીધી હતી.  અંબાલામાં જન્મ, કુરુક્ષેત્રમાં અભ્યાસ

  સંતોષનો જન્મ અંબાલામાં જ થયો છે. સંતોષે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. સંતોષ પોતાના પિતાના બ્યૂટિકમાં જ કામ કરે છે. પરંતુ થોડા સમય પહેલા સુતોષે વિદેશમાં જઈને અભ્યાસ કરવાનું સપનું જોયું હતું, જે બાદમાં સંતોષે પાસપોર્ટ સેવા કેન્દ્રમાંથી પાસપોર્ટ બનાવવા માટે પ્રક્રિયા શરૂ કરી હતી. આ અંતર્ગત તેને પાસપોર્ટ ઑફિસ બોલાવવામાં આવી હતી.  એપ્લિકેશન ફૉર્મમાં અધિકારીએ ટિપ્પણ કરી

  પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે ચહેરો જોઈને સંતોષને પાસપોર્ટ માટે ના કહી દેવામાં આવી હતી. એટલું જ નહીં, તેણીની અરજી પર ટિપ્પણી લખવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, "અરજી કરનાર વ્યક્તિ નેપાળી લાગી રહી છે." સંતોષના કહેવા પ્રમાણે પાસપોર્ટ ઑફિસ અધિકારીની આવી ટિપ્પણી પછી તેણે ગૃહમંત્રીના કાને આ વાત નાખી છે. એટલું જ નહીં અંબાલા નાયબ પોલીસ કમિશનર અશોક શર્માના ધ્યાને આ મામલો આવતા તેમણે પાસપોર્ટ બનાવી આપવાનો આદેશ કર્યો છે.

  ગૃહમંત્રી અનિલ વિજે આપ્યો આદેશ

  પાસપોર્ટ કાર્યાલયના અધિકારીની આવી ટિપ્પણી બાદ સંતોષે હરિયાણાના ગૃહ મંત્રી સાથે મુલાકાત કરી હતી. જે બાદમાં અંબાલા નાયબ પોલીસ કમિશનરે આ મામલે પાસપોર્ટ કેન્દ્રને બંને બહેનોનાં પાસપોર્ટ બનાવી આપવાનો આદેશ કર્યો હતો. આ મામલે નાયબ પોલીસ કમિશનરે જાતે જ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ફોન કર્યો હતો અને અધિકારીને પાસપોર્ટ માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની પૂછપરછ કરી હતી. જે બાદમાં નાયબ પોલીસ કમિશનરે બંને બહેનોને ફોન કરીને પાસપોર્ટ ઓફિસ મોકલી હતી.
  Published by:News18 Gujarati
  First published:January 03, 2020, 12:18 pm