સુમિત કુમાર, પાનીપતઃ હરીયાણા (Haryana)ના પાનીપત (Panipat) જિલ્લામાં એક લગનજીવનમાં એ હદે ભંગાણ પડ્યું કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. દુલ્હાએ લગ્નમાં (Marriage)એ બધું કર્યું જે કોઈ દુલ્હનનું સપનું હોય. તે દુલ્હનને હેલિકોપ્ટર (Helicopter)થી ઘરે લઈને આવ્યો પરંતુ ત્રણ વર્ષ બાદ જ ન જાણે શું થયું કે તે પોતાની પત્ની સાથે મારઝૂડ કરવા લાગ્યો. ત્યારબાદ તેની પત્નીએ પતિ સામે કેસ કરી દીધો. હવે પતિને જેલની સજા ખાવાનો વારો આવ્યો હતો.
નોંધનીય છે કે, ત્રણ વર્ષ પહેલા જે પત્નીને જૌરાસી નિવાસી સુમિત કુમાર લગ્ન કરીને હેલિકોપ્ટરમાં ઘરે આવ્યો હતો, હવે તે પત્ની સાથે મારઝૂડના આરોપમાં જેલ પહોંચી ગયો છે. કેસ પત્નીએ નોંધાવ્યો છે. પત્નીનો આરોપ છે કે તેનો પતિ સુમિત મારઝૂડ કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તે ઘરનું કરિયાણું પણ નથી લાવતો, જેના કારણે તેને પતિની વિરદ્ધ કેસ નોંધાવવો પડ્યો હતો.
આ પણ વાંચો, અધિકારીની તુમાખી! લૉકડાઉનમાં કાર રોકી તો પોલીસકર્મીને કરાવી ઉઠક-બેઠક
પીડિત પત્નીએ જણાવ્યું કે, ત્રણ વર્ષ પહેલા તેના લગ્ન સુમિત સાથે થયા હતા. સાથોસાથ આરોપ લગાવ્યો કે પતિ દરરોજ દારૂ પીવે છે અને મારઝૂડ કરે છે. પત્નીએ આરોપ લગાવ્યો કે તેણે થોડા દિવસ પહેલા નીચે પાડી હતી અને મારઝૂડ કરી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો. પીડિતાએ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી પતિની થઈ ધરપકડ
બીજી તરફ, તપાસ અધિકારી પ્રમોદ કુમારે જણાવ્યું કે પત્નીની ફરિયાદ પર આરોપી પતિની વિરુદ્ધ કેસ નોંધી પતિ સુમિતની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ પતિને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો.