‘Special 26'વાળો અંદાજઃ નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બની બે યુવતીઓએ પાડી Raid, આવી રીતે ફુટ્યો ભાંડો

જ્વેલરને 1.35 લાખનો દંડ ફટકાર્યો અને 13 ઘરેણાં જપ્ત કરવાની કહી વાત, CCTV કેમેરા પણ બંધ કરાવ્યા

જ્વેલરને 1.35 લાખનો દંડ ફટકાર્યો અને 13 ઘરેણાં જપ્ત કરવાની કહી વાત, CCTV કેમેરા પણ બંધ કરાવ્યા

  • Share this:
    જિંદઃ હરિયાણાના જિંદ જિલ્લામાં ફિલ્મી અંદાજમાં બે યુવતીઓ દ્વારા ઇન્કમ ટેક્સ (Income Tax) અધિકારી બની નકલી દરોડો (Fake Raid) પાડવાનો મામલો સામે આવ્યો છે. બે યુવતીઓ મુખ્ય બજારમાં રવિ જ્વેલર્સ પર દરોડો પાડવા પહોંચી હતી. દસ્તાવેજોની તપાસ કર્યા બાદ બંનેએ જ્વેલરેન 1.35 લાખ રૂપિયાનો દંડ અને 13 ઘરેણાંને સાથે લઈને જવાની વાત કહી. તેના કારણે વાત બગડી ગઈ અને દુકાનદાર તથા પડોશીની જાગૃતતાથી લૂંટ થતા બચી ગઈ. મામલાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે બંને યુવતીઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પોલીસ તપાસમાં બંને યુવતીઓ પાસેથી નકલી આઈકાર્ડ તથા સર્ચ વોરન્ટ પણ મળ્યા. પોલીસે બંનેની વિરુદ્ધ કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે.

    ઝવેરી બજારમાં આવેલી રવિ જ્વેલર્સના સંચાલક રવિ કુમારે જણાવ્યું કે, બુધવાર સાંજે 5:40 વાગ્યે બે યુવતીઓ તેમના શો-રૂમમાં પહોંચી. એકે પોતાને ઇન્કમ ટેક્સ વિભાગની સહાયક કમિશ્નર અને બીજીએ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવ્યું. બંનેએ તેમને કહ્યું કે, તેઓ દિલ્હીથી આવી છે અને તેમની ફરિયાદ તેમની પાસે છે. આ દરમિયાન બંનેએ ઇન્કમ ટેક્સ વિભાગના પોતાના આઇ કાર્ડ પણ દર્શાવ્યા. ત્યારબાદ બંને યુવતીઓએ કબાટોની તલાશી લેવાની વાત કહી.

    આ પણ વાંચો, મેડિકલ સ્ટુડન્ટ યોગિતા ગૌતમની નિર્મમ હત્યા, આરોપી ડૉક્ટર વિવેક તિવારીની ધરપકડ

    શો-રૂમના શટર બંધ કરાવ્યા

    રવિ કુમારે જણાવ્યું કે, બંને યુવતીઓએ શો-રૂમના શટરને બંધ કરાવી દીધા અને દુકાનમાં લાગેલા સીસીટીવીને પણ બંધ કરવા માટે કહ્યું. બંને કબાટોની તલાશીમાં લાગી ગઈ અને તેમાં રાખવામાં આવેલા કેટલાક ઘરેણાં વિશે કહ્યું કે તેનો કોઈ રેકોર્ડ નથી, તેનો આઈટીઆર પણ નથી ભર્યો. તેથી તેના પર દંડ આપવો પડશે.

    આ પણ વાંચો, રેલવેના 13 લાખ કર્મચારીઓ માટે મોટા સમાચાર, ટૂંક સમયમાં મળી શકે છે આ સ્કીમનો ફાયદો

    તેની પર રવિ કુમારને શક ગયો કે આ યુવતીઓ નકલી ઇન્કમ ટેક્સ અધિકારી હોઈ શકે છે. તેઓએ પોતાના ભાઈને ફોન કર્યો અને પછી પોલીસને પણ તેની જાણ કરી દીધી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને યુવતીઓની અટકાયત કરી લીધી અને તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published: