હરિયાણાની ભેંસે 33.31 કિલોગ્રામ દૂધ આપીને પાકિસ્તાનનો તોડ્યો રેકોર્ડ

News18 Gujarati
Updated: December 14, 2019, 7:49 PM IST
હરિયાણાની ભેંસે 33.31 કિલોગ્રામ દૂધ આપીને પાકિસ્તાનનો તોડ્યો રેકોર્ડ
ફાઈલ તસવીર

આ મહિને સરસ્વતીને લઈને પંજાબના લુધિયાનાના જગરાંવ ગામમાં આયોજીત ડેયરી એન્ડ એગ્રી એક્સ્પોમાં ભાગ લીધો હતો. જ્યાં ભેંસે 33.131 કિલોગ્રામ દૂધ આપીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

  • Share this:
હરિયાણાના (Haryana) હિસ્સા જિલ્લાના લિતાની વાસી ગામમાં ખેડૂત સુખબીર ઢાંડાની મુર્રાહ ભેસે પંજાબમાં (Punjab) આયોજિત એક સ્પર્ધામાં 33.131 કિલોગ્રામ દૂધ આપીને પાકિસ્તાની ભેંસનો (Pakistani Buffalo) વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો.

ઢાંડાની ભેંસ (Buffalo) સરસ્વતી દ્વારા પાકિસ્તાની રેકોર્ડ તોડવા ઉપર ગામ જ નહીં પરંતુ આખા રાજ્યમાં ખુશીનો માહોલ છે. દરેક લોકો ભેંસના માલિકને અભિનંદન પાઠવે છે. આ ભેંસ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ભેંસને જોવા માટે લોકો ગામમાં લોકોની ભીડ ઉમટી છે.

ઢાંડાએ જણાવ્યું કે તેઓ મુર્રાહ નસ્લની ભેંસ પાળે છે. તેઓ આ મહિની સરસ્વતીને લઈને પંજાબના લુધિયાનાના જગરાંવ ગામમાં આયોજિત ડેયરી એન્ડ એગ્રી એક્સ્પોમાં (Dairy and Agri Expo) ભાગ લીધો હતો. જ્યાં ભેંસે 33.131 કિલોગ્રામ દૂધ આપીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ ભેંસને બે લાખ રૂપિયાનું ઈનામ આપીને સન્માનિત કરવામાં આવી હતી.

પહેલા આ રેકોર્ડ પાકિસ્તાની ભેંસના નામે હતો. પાકિસ્તાની ભેંસે 32.050 કિલોગ્રામ દૂધ આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પહેલા તેમની એક ભેંસ પાકિસ્તાનનો રેકોર્ડ તોડી ચૂકી છે. તેઓ આખો દિવસ ભેંસની સેવામાં લગાવે છે. ભેંસને પોતાના બાળકોની જેમ પાળે છે. તેમના ઘરમાં સરસ્વતીની સાથે ગંગા, જમુના નામની ભેંસો પહેલા રહી ચૂંકી છે.

તેમની ભેંસો તો સુંદરતા પ્રતિયોગિતાનો ખિતાબ પણ મેળવી ચૂકી છે. ઢાંડા અનુસાર સરસ્વીનો એક પાડો છે જેનું નામ નવાબ છે. નવાબના વીર્યને વેચીને દર વર્ષે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો સરસ્વતી ભેંસનું ક્લોન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સરસ્વતીની પેદા થયેલા પાડાની કિંમત ચાર લાખ રૂપિયા છે.
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर