ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ એક કૂતરાનો વીડિયો શેર કર્યો તો યૂઝર્સે લખ્યું, રામદેવનો ફોલોઅર છે?

News18 Gujarati
Updated: February 12, 2020, 1:55 PM IST
ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ એક કૂતરાનો વીડિયો શેર કર્યો તો યૂઝર્સે લખ્યું, રામદેવનો ફોલોઅર છે?
શ્વાનનો વીડિયો

આ વીડિયોમાં શ્વાનનું કરતબ જોઇને તમે પણ બે મિનિટ માટે વિચારમાં પડી જશો.

  • Share this:
થોડા સમયથી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને તે વીડિયો કોઇ કૂતરા કે બિલાડીનો હોય તો. કેટલાક યુઝર્સ માટે તે Awww ફેક્ટર હોય છે. અને કેટલાક લોકોને આ દ્વારા હસવાનું એક કારણ મળે છે. વળી સોશિયલ મીડિયામાં પાળતૂ પ્રાણીઓના વીડિયો સૌથી વધુ શેર કરવામાં આવે છે. તેવામાં જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોયનકા (Harsh Goenka)એ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી એક કૂતરાનો વીડિયો શેર કર્યો છે. અને તેની પર એક રસપ્રદ કેપ્શન પણ આપ્યું છે. જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે. અને તેની પર અનેક રસપ્રદ કોમેન્ટ પણ આવી રહ્યા છે.

આ વીડિયો પણ એટલો જ રસપ્રદ છે. આ વીડિયોમાં એક કૂતરો વૃક્ષ અને સામેની દિવાલનો સહારો લઇને ધીરે ધીરે ઉપર ચડે છે જેથી તે દિવાલની પેલી બાજુ શું થઇ રહ્યું છે તે જોઇ શકે. જે રીતે આ કૂતરો દિવાલ અને વૃક્ષનો ઉપયોગ કરીને ઉપર ચડે છે તે ખરેખરમાં આશ્ચર્યચક્તિ કરે તેવું છે.


હર્ષે આ વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે બધાએ પોતાના કામથી મતલબ રાખવો જોઇએ. પણ જ્યારે તમે તમારા પડોશીઓને તમારી પોતાની જેટલો જ પ્રેમ કરો છો ત્યારે... આ પર એક યુઝ્સે લખ્યું કે આ મને પડોશન ફિલ્મના તે ગીત યાદ અપાવે છે જેમાં કહે છે, મેરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ કા ટુકડા રહેતા હૈ.


તો બીજા એક યુઝર્સે લખ્યું કે આ શ્વાન કાં તો બાબા રામદેવનો ફોલોવર છે કાં તો પછી બિગ બોસ દેખનારો. વળી અન્ય એક યુઝ્સે લખ્યું કે આ છે શેરલોક હોમ્સનો શ્વાન. વળી કેટલાક લોકોએ આ વીડિયોને રાજનીતિથી પણ જોડ્યો. જો કે આમ અલગ અલગ રીતે આ વીડિયો પર રસપ્રદ કોમેન્ટ આવી રહી છે. અને લોકોને આ વીડિયો ખૂબ જ ગમી રહ્યો છે.
First published: February 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading