તામિલનાડુના સીરકાંઝીમાં એક વાંદરાના કરડવાને લઈ પરેશાન નજીકના ગામના કેટલાએ લોકો ગુરૂવારે પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા અને પશુને પકડવાના સરકારી આશ્વાસન બાદ જ ગરે પાછા ફરશે.
અહીંથી લગભગ સાત કિલોમીટર દુર થેન્નલકુડીના એક ગામમાં વાંદરાની હરકતોએ જીલ્લા વન વિભાગના અધિકારીઓને પણ પરેશાન કરી દીધા છે. આ અધિકારીઓએ હવે તેમને બેભાન કરીને પકડવા માટે પશુ ચિકિત્સકોની મદદ માંગી છે.
આ સ્થિતિની તપાસ કરવા માટે એક અધિકારી ગામમાં પહોંચી ગયા છે. ગામના ઈલનગોવને પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે, વાંદરો એક અટવાડીયાથી લોકોને, કુતરાઓને અને ગાયો પર હુમલો કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, વાંદરાએ અનેક લોકોને અને પશુઓને બટકા ભરી લીધા છે.
ઉલ્લેખનીય છે કે, આગરાના રૂનકતા ગામમાંથી એક વિચિત્ર રૂવાંટા ઉભા કીર દે તેવી ઘટના સામે આવી હતી. કસ્બાના મોહલ્લા કચહરા થોકમાં એક વાંદરો મહિલા નેહા પાસેથી તેના 12 દિવસના બાળક આરૂષને છીનવી લઈ ગયો હતો અને તેનો જીવ લઈ લીધો. મહિલા તે સમયે પોતાના બાળકને દૂધ પીવરાવી રહી હતી. વાંદરાએ બાળકના ગળામાં દાંતથી બચકું ભરી લીધુ. અને બાળકનું તુરંત મોત નિપજ્યું હતું. ત્યારબાદ બાળકની લાસને છોડી વાંદરો ભાગી ગયો. લોકોએ ઘણો પીછો કર્યા બાદ લોહીથી લથપથ બાળકની લાસ એક મકાનના ધાબા પર છોડી ભાગી ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર