Home /News /eye-catcher /Viral Video: બાઇક પર સીન સપાટા કરવા ભારે પડ્યા, એકાએક હાથમાંથી હેન્ડલ છૂટ્યું અને...

Viral Video: બાઇક પર સીન સપાટા કરવા ભારે પડ્યા, એકાએક હાથમાંથી હેન્ડલ છૂટ્યું અને...

યુવક બાઇક સાથે ઘસડાતો જાય છે અને એક કાર સાથે ટકરાઇ જાય છે. (PIC:Insta_Id_mocacityr)

આ વીડિયોને Mocacityr નામના એકાઉન્ટ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. 29 જુલાઈએ શેર કરવામાં આવેલા આ વીડિયોને લાખો વખત જોવામાં આવ્યો છે.

    સોશિયલ મીડિયા (Social Media) પર રોજ કેટલાક અજબગજબ વીડિયો વાયરલ (Viral Video) થતા રહે છે. તેની પાછળનું મોટું કારણ એ પણ છે કે આપણે ત્યાં માથાફરેલા (Weird Videos) લોકોની કમી નથી. તમને ઘણી શેરીઓ અને રસ્તાઓ પર સીન સપાટા (Biker Video) કરતાં લોકો જોવા મળશે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર આવા જ એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે.

    સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને જોયા બાદ તમને આપણી વચ્ચે રહીને લોકો પર જોખમ ઊભું કરતાં લોકો વિષે ખ્યાલ આવશે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, એક વ્યક્તિ બાઈક સ્ટંટ (Bike Stunt) સાથે ખોટી રીતે હીરોપંતી કરી રહ્યો છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ વારંવાર બાઇકના એક્સિલરેટર ફેરવી રહ્યો છે અને ખબર નહીં કે તે શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયોમાં આગળ જોવા મળે છે કે, તે બાઇક પરથી પોતાનો કાબૂ ગુમાવી દે છે અને અચાનક જ તેના હાથમાંથી હેન્ડલ છૂટી જાય છે.

    આ પણ વાંચો- જન્માષ્ટમીના પાવન પર્વે ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, જાણો કયા કેટલા કેસ નોંધાયા

    ખોટી હિરોગીરી પડી ભારે

    બાઇકનું હેન્ડલ હાથમાંથી છૂટી જતા તે બાઇક સહિત સામે જઇને એક વ્યક્તિ સાથે ટકરાઇ જાય છે. બાઇકની સાથે હિરોપંતી કરવાના કારણે અન્ય બે લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોંચે છે અને તમે વીડિયોમાં જોઇ સકો છો કે તેનું પરીણામ કેટલું ખરાબ આવે છે. તેથી જ આવા લોકોથી બધાએ દૂર રહેવામાં જ સમજદારી છે.








    View this post on Instagram






    A post shared by #mocacityR (@mocacityr)






    વાયરલ થયો વીડિયો

    આ વીડિયોને Mocacityr નામના એકાઉન્ટ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. 29 જુલાઈએ શેર કરવામાં આવેલા આ વીડિયોને લાખો વખત જોવામાં આવ્યો છે. 1.1 લાખ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.

    આ પણ વાંચો- સુરતના સૌથી મોટા મટકીફોડ કાર્યક્રમમાં મહિલાઓએ ભાગ લીધો, જુઓ વીડિયો

    ઊભો રહીને ચલાવતો હતો બાઇક

    આ પહેલા પણ એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જેમાં એક શખ્સ બાઇક પર ઊભો રહીને સ્ટન્ટ કરી રહ્યો હતો અને ત્યારે તેની સાથે કાંડ થઇ જાય છે. જેવો તે બાઇક પર ઊભો રહેવા જાય છે કે તેનું બેલેન્સ બગડી જાય છે અને તે બાઇક પરથી નીચે પડી જાય છે. તે બાઇક સાથે ઘસડાતો જાય છે અને એક કાર સાથે ટકરાઇ જાય છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Latest viral video, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन