Home /News /eye-catcher /

Hunarbaaz: ભારતી સિંહના પતિ હર્ષ લિંબાચીયાએ વ્યક્ત કર્યું દુઃખ! કહ્યું- 'લોકો ટોણા મારતા હતા કે...'

Hunarbaaz: ભારતી સિંહના પતિ હર્ષ લિંબાચીયાએ વ્યક્ત કર્યું દુઃખ! કહ્યું- 'લોકો ટોણા મારતા હતા કે...'

હર્ષ-ભારતી

Haarsh-Bharti: હર્ષ મિથુન ચક્રવર્તીને કેટલાક ફની પ્રશ્નો પૂછે છે અને મિથુન દા પણ તે જ સ્ટાઇલમાં ભારતીને જવાબ આપે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

    કોમેડી ક્વીન ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિંબાચીયા (Haarsh Limbachiyaa) માતા-પિતા બનવાના છે. આવી સ્થિતિમાં ભારતી પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. ભારતીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની પ્રેગ્નન્સી (Bharti Singh Pregnancy) વિશે ફેન્સને અનોખી રીતે જાણ કરી હતી. જે બાદ તેને બધી બાજુથી અભિનંદન મળવા લાગ્યા હતા. પ્રેગ્નન્સી વચ્ચે પણ ભારતી સતત કામ કરી રહી છે. આ દિવસોમાં કોમેડી ક્વીન તેના પતિ હર્ષ લિમ્બાચિયા સાથે રિયાલિટી શો 'હુનરબાઝઃ દેશ કી શાન' હોસ્ટ કરી રહી છે. આ શોના આગામી એપિસોડનો પ્રોમો લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

    વીડિયોમાં ભારતી અને હર્ષ શોના જજ મિથુન ચક્રવર્તી સાથે જોઈ શકાય છે. જેઓ ભારતીની પ્રેગ્નેન્સીની મજાક ઉડાવતા જોવા મળે છે. વીડિયોમાં ભારત અને હર્ષ મિથુન ચક્રવર્તીને કેટલાક ફની પ્રશ્નો પૂછે છે અને મિથુન દા પણ તે જ સ્ટાઇલમાં ભારતીને જવાબ આપે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

    પ્રોમો વીડિયોમાં પહેલા હર્ષ સ્ટેજ પર આવે છે અને કહે છે, 'દરેક રિયાલિટી શોમાં મને ટોણો મારવામાં આવ્યો હતો. ક્યારે થઈ રહ્યું છે, લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે.’ હર્ષ મિથુન ચક્રવર્તીને આગળ કહે છે- ‘દાદા તમે પણ એક એપિસોડમાં મને ટોણો માર્યો હતો. તો એ વાત મને એટલી બધી લાગી આવી કે હું ગુસ્સે થઈ ગયો.’ આ દરમિયાન ભારતી પણ સ્ટેજ પર આવીને કહે છે- ‘દાદા, તેણે પોતાનું હુનર બતાવી દીધું છે.

    બંનેની વાત સાંભળ્યા પછી મિથુન ચક્રવર્તી પણ સ્ટેજ પર આવે છે અને ભારતીને કહે છે - 'એક દિલની વાત કહું. તમને ખરાબ તો નહિ લાગે ને? જ્યારે મેં તેનો (હર્ષ) ચહેરો જોયો, ત્યારે મેં વિચાર્યું ન હતું કે તે આ કરી શકશે.' આના પર હર્ષ કરણ જોહરને કહે છે- 'સર, જ્યારે તમે આગળ આવશો, ત્યારે તમે કોન્ટ્રાક્ટ લઈને આવજો કારણ કે, તમે જ મારા બાળકને લોન્ચ કરશો. ભારતી મિથુન ચક્રવર્તીને આગળ કહે છે- 'દાદા, હવેથી તમે ક્યારે ન કહેતા કે પોતાનો હુનર બતાવો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Bharti singh, Haarsh Limbachiyaa

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन