Home /News /eye-catcher /

Viral: 13 બાળકોને જન્મ આપ્યા બાદ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી મહિલા, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો પરંતુ...

Viral: 13 બાળકોને જન્મ આપ્યા બાદ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી મહિલા, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો પરંતુ...

આ મહિલાએ 3 વખત તેણે ખુશીથી તેના કોખને શણગાર્યું અને પછી જાતે જ તેનો ખોળો નષ્ટ કરી દીધો.

9 મહિના સુધી ગર્ભમાં બાળક રાખી જન્મતાની સાથે જ બીજા કોઈને સોંપી દેવુ એ સરળ નથી. જન્મ પછી ક્યારેય બાળકને ન મળી શકવાની પીડા (mother pain) અસહ્ય છે. કેરોલ હોરલોકે (Carole Horlock) તેના અનુભવોના આધારે આ કહ્યું હતું. કેરોલ વિશ્વની સૌથી સફળ સરોગેટ (surrogacy) માતા છે.

વધુ જુઓ ...
  તમારા ગર્ભમાંથી  જન્મેલા બાળકને આખી જીંદગી (life) માટે બીજા કોઈને સોંપવું સરળ નથી. પરંતુ એ મહિલા (women) વિશે વિચારો જેને એક-બે વાર નહિ પરંતુ 13 વખત આ પીડા (mother pain) સહન કરી છે. 13 વખત તેણે ખુશીથી તેના કોખને શણગાર્યું અને પછી જાતે જ તેનો ખોળો નષ્ટ કરી દીધો. પરંતુ એકવાર તેની બેચેની ઘણી વધી ગઈ.

  તે બાળકને જોવા માટે તે રાજ તડપતી જેને પોતાના હાથે બીજા કોઈને સોંપવામાં આવ્યો હતો. વાત સરોગસીની થઈ રહી છે. વિશ્વની સૌથી સફળ સરોગેટ માતા (World’s most prolific surrogate mum)નો દરજ્જો ધરાવતી બ્રિટિશ મહિલા કેરોલ હોર્લોક (Carole Horlock)એ એક વખત તેના પુત્રને અન્ય દંપતીને સોંપ્યો હતો.

  સરોગસી એટલે ભાડાની કોખ. જેમાં અન્ય એક દંપતીનું બાળક અન્ય મહિલાના ગર્ભમાં છે અને જન્મ પછી દંપતીને સોંપવામાં આવે છે. કેરોલ સરોગસીથી ખુશ હતી પરંતુ જ્યારે તેણે તેના પોતાના નવજાત પુત્રને બીજા દંપતીને સોંપવો પડ્યો ત્યારે તેને પીડા થઈ. સરોગેટ મધર તરીકે કેરોલનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records)માં નોંધવામાં આવ્યું છે.

  આ પણ વાંચો: Viral: 2 રાજ્યોમાં વહેંચાયેલું છે ભારતનું અનોખું Railway station, 1 રાજ્યમાં ટિકિટ કાઉન્ટર છે તો બીજામાં છે બાથરૂમ !

  બીજાના ઘરે મોકલી ખુશી, મારી દીઘી પોતાની મમતા
  આ ચોંકાવનારી સત્ય ત્યારે સામે આવ્યું જ્યારે 13માંથી 9મી સરોગસી દરમિયાન જન્મેલા પુત્રના માતાપિતાએ જન્મના 6 અઠવાડિયા પછી ડીએનએ પરીક્ષણ કરાવ્યું. આ પુત્ર દંપતીનો નહોતો. ડીએનએ રિપોર્ટ અનુસાર, બાળકમાંથી કેરોલના પતિ પોલનો ડીએનએ મળી આવ્યો હતો.

  આ પણ વાંચો: Viral Video: ક્રેશ પ્લેનની ટ્રેન સાથે ટક્કર, 5 સેકન્ડ મોડું થાત તો બચતો નહિ પાઇલટ

  આ દંપતીએ તરત જ સરોગસી એજન્સીને ફરિયાદ કરી અને જેવી કેરોલ અને પોલને આ વિશે જાણ થઈ કે તેઓ બાળકને જોવા માટે તડપતા હતા. તેમણે પોતાના વતી એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે જો દંપતી બાળકને રાખવા માંગતા ન હોય તો તેઓ તેને પાછો લેવા તૈયાર છે. પરંતુ ત્યારથી આ દંપતી સાથે કોઈ સંપર્ક થયો નથી. કેરોલ અને પોલને કોઈ સંતાન નહોતું અને તેઓ બાળક માટે પીડાવા લાગ્યા.

  આ પણ વાંચો: VIRAL VIDEO: લાલચુ ડોક્ટર માનવતા ભુલ્યો, ગરીબ પાસે પૈસા ન હોવાથી ન કરાવી પ્રસુતિ

  શું છે સરોગસીના નિયમો,કાયદા
  સરોગેસીના નિયમો હેઠળ, જ્યાં સુધી માતા ગર્ભવતી ન થાય ત્યાં સુધી સરોગસીને કોઈની સાથે સંબંધ ન બનાવવાની ફરજ પડે છે. કેરોલ અને પોલે આ નિયમની અવગણના કરી હતી, જોકે કેરોલે દાવો કર્યો હતો કે તેઓ સાવચેત હતા. ભારતમાં સરોગસી ગેરકાયદેસર છે. સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા વિધેયક અનુસાર, ભારતમાં સરોગસી માટે હવે કોઈ વિદેશી, બિન-નિવાસી ભારતીય, ભારતીય મૂળના વ્યક્તિઓ, વિદેશી નાગરિકો અધિકૃત નથી. ભારતના મોટા શહેરોથી લઈને બોલિવૂડ સુધી સરોગસી મધરહૂડટ્રેન્ડ ચાલુ થયો હતો. ઘણી જગ્યાએ તે એક વ્યાપારી વ્યવસાય બની ગયો હતો, જે ભારતમાં કાયદાની માંગ કરી રહ્યો હતો. ભારતમાં સરોગસી હવે ગેરકાયદેસર છે.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Guinness world Record, OMG News, Viral news, અજબગજબ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन