બાપ રે! વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આ માણસે મોંમાં દબાવ્યા 11 ઝેરી સાપ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે બતાવ્યો ઠેંગો
બાપ રે! વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આ માણસે મોંમાં દબાવ્યા 11 ઝેરી સાપ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે બતાવ્યો ઠેંગો
હવે ખતરનાક સાપ સાથેના સ્ટન્ટને રેકોર્ડ નહીં ગણવામાં આવે. (Image- Facebook)
અમેરિકાના ટેક્સાસમાં રહેવાવાળા જેકી બિબ્બી (Jackie Bibby)એ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પોતાના મોંમાં 11 ખતરનાક ઝેરીલા સાપ દબાવી રાખ્યા હતા. પરંતુ હવે આ કેટેગરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે (Guinness World Records) હટાવી નાખી છે.
દુનિયામાં કેટલાય લોકો છે જે વર્લ્ડ રેકોર્ડ્સ (World Records) બનાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. લોકો અજીબોગરીબ કારનામા કરીને રેકોર્ડ બનાવે છે. વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું આવું ભૂત અમેરિકાના ટેક્સાસમાં રહેવાવાળા જેકી બિબ્બી (Jackie Bibby)ને પણ ચડ્યું. વિશ્વ વિક્રમ સ્થાપવા માટે જેકીએ પોતાના મોંમાં 11 ખતરનાક ઝેરીલા રેટલ સ્નેક (Holding 11 Rattle Snakes In Mouth) દબાવ્યા હતા. આ કારનામો જેકીએ 2010માં કર્યો હતો. પરંતુ હવે આ કેટેગરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે (Guinness World Records) હટાવી નાખી છે.
પોતાના ફેસબુક પેજ પર ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સે આ રેકોર્ડ હોલ્ડરના ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં જેકીએ પોતાના મોંમાં 11 સાપ દબાવ્યા હતા. જેકીએ આ બધા સાપને હાથથી પકડ્યા વગર મોંમાં દબાવી રાખ્યા હતા.
આ રેકોર્ડ બહુ ખતરનાક હતો. જો આમાંથી કોઈ સાપે જેકીને ડંખ માર્યો હોત તો તેનું મૃત્યુ નિશ્ચિત હતું. આટલો ખતરનાક સ્ટંટ કર્યા બાદ હવે ગિનિસ બુક ઓફ રેકોર્ડે તેને પોતાની લિસ્ટમાંથી હટાવી દીધો છે.
હાથેથી કન્ટ્રોલ કર્યા વગર મોંમાં દબાવ્યા 11 ઝેરી સાપ
જેકીએ 2010માં આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે 11 વર્ષ બાદ તેને લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સે તેના ફેસબુક પેજ પર આ માહિતી આપી છે. તેમણે સ્પષ્ટ કરી દીધું કે હવેથી તે આ રેકોર્ડને મોનિટર નહીં કરે. આવું એટલા માટે કેમ કે અન્ય કોઈ રેકોર્ડ બનાવવા માટે આવા સ્ટંટ ન કરે. તમને જણાવી દઈએ કે રેટલ સ્નેક દુનિયાના સૌથી ખતરનાક સાપમાંથી એક છે. તેના ઝેરના થોડા ટીપાં પણ જીવલેણ છે.
ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સ વિશ્વભરના એવા લોકોના રેકોર્ડનો હિસાબ રાખે છે, જે ખરેખર યુનિક છે. જો કોઈ વ્યક્તિ એવું કામ કરી રહ્યું છે, જે હટકે હોય અને તેને દરેક જણ નથી કરી શકતું, તો તે ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાય છે. ક્યારેક આ રેકોર્ડ બનાવવામાં લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. દર વર્ષે આ રેકોર્ડ્સ રિન્યુ કરવામાં આવે છે. જો કોઈ જૂનો રેકોર્ડ તોડે, તો નામ અપડેટ કરવામાં આવે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર