Home /News /eye-catcher /Guinness World Record : વિશ્વનું સૌથી તીખુ મરચું ખાઈને વ્યક્તિએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 8 સેકન્ડમાં ચાવ્યા 3 મરચાં
Guinness World Record : વિશ્વનું સૌથી તીખુ મરચું ખાઈને વ્યક્તિએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 8 સેકન્ડમાં ચાવ્યા 3 મરચાં
ગ્રેગરી ફોસ્ટર એ વ્યક્તિ છે જેણે વિશ્વનું સૌથી તીખુ મરચું ખાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
Guinness World Record : કેલિફોર્નિયાના એક વ્યક્તિએ 8 સેકન્ડમાં વિશ્વની સૌથી તીખી ગણાતી કેરોલિના રીપર મરચું (Carolina Reaper Chili) ખાઈને રેકોર્ડ (Weird World Record) બનાવ્યો.
Guinness World Record : લોકો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પણ વિચિત્ર જોખમ લેતા હોય છે. જો તમે જોવા બેસો તો તમને ઘણા ચોંકાવનારા વર્લ્ડ રેકોર્ડ્સ (Weird World Record) મળશે. આવો જ એક રેકોર્ડ કેલિફોર્નિયામાં રહેતા એક વ્યક્તિના નામે છે. તેણે માત્ર 8.72 સેકન્ડમાં વિશ્વની સૌથી હોટ ગણાતી કેરોલિના રીપર ચિલી ખાઈ (Carolina Reaper Chili)ને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
કેરોલિના રીપર મરીને વિશ્વમાં સૌથી તીખુ મરચું માનવામાં આવે છે. તેને ખાઈને અદ્ભુત કળા બતાવનાર વ્યક્તિનું નામ છે ગ્રેગરી ફોસ્ટર. તેણે સેન ડિએગોના ડાઉનટાઉનમાં સીપોર્ટ શોપિંગ સેન્ટર ખાતે સેકન્ડોમાં જ કેરોલિના રિપર મરીને તેમના ગળા નીચે ઉતારી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ સાથે તેણે માઈક જેકના 9.27 સેકન્ડના સર્વશ્રેષ્ઠ રેકોર્ડને તોડી નાખ્યો છે.
વિડીયો જોઈને તમે ચોંકી જશો ગ્રેગરી તેના બીજા પ્રયાસમાં આ રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેઓ એક પછી એક મરચું ખાઈ રહ્યા છે જાણે કે તે બિલકુલ તીખુ ન હોય.
જેમ જેમ તેણે ઝડપી સમયમાં ત્રણેય મરચાં ખાઈ લીધાં, ત્યારે જ તેણે મોટું મોં ખોલીને બતાવ્યું કે ગ્રેગરીએ આખું મરચું ખાધું છે. આ વિડિયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે – ગ્રેગરી ફોસ્ટરે 8.73 સેકન્ડમાં સૌથી ઝડપી ત્રણ કેરોલિના રિપર મરચુ ખાવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
કેરોલિના રીપર મરચું ખાવું એ બાળકોની રમત નથી કેરોલિના રીપર મરચું અમેરિકામાં ઉગાડવામાં આવે છે. તે કેપ્સિકમ જેવું લાગે છે પરંતુ સ્વાદમાં ખૂબ જ તીખુ હોય છે. તેને વિશ્વનું સૌથી ગરમ મરચું કહેવામાં આવે છે. આ ખાસિયતને કારણે આ મરચાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. અત્યાર સુધીની માહિતી મુજબ દુનિયામાં આટલું તીખુ મરચું બીજું કોઈ નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર