એન્ટાનસ કોંટ્રિમસએ માત્ર દાઢી વડે 63 કિલો વજનની મહિલાને ઉપાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. (તસવીર- ઇન્સ્ટાગ્રામ)
World Record : રેકોર્ડ્સ (Guinness World Record)એક એકથી ચઢિયાતા હોય છે. એન્ટાનુસ કોન્ટ્રિમસ (Antanas Kontrimas) નામના વ્યક્તિએ એક અનોખો રેકોર્ડ (Weird Records in the world) બનાવ્યો છે. તેમણે માત્ર દાઢીથી 63 કિલોની મહિલાને ઉપાડીને વર્લ્ડ રેકોર્ડ (Man lifted 63 kg woman by his beard) બનાવ્યો છે.
એક વ્યક્તિએ એવો રેકોર્ડ બનાવ્યો છે જે સાંભળીને જ તમને પીડાનો અહેસાસ થશે. સામાન્ય રીતે, જો વાળ આકસ્મિક રીતે ખેંચાયેલા હોય તો પણ તે દુ:ખ પહોંચાડે છે. જો કોઈ દાઢી સાથે 63 કિલો વજન ઉપાડે (Man lifted 63 kg woman by his beard), તો કલ્પના કરો કે તેનું શું થશે? આ બધી પીડા ત્યારે અર્થપૂર્ણ બની જ્યારે એન્ટાનસ કોન્ટ્રિમાસ (Antanas Kontrimas)એ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એન્ટેનસ એવું પ્રદર્શન કરતો જોવા મળે છે જેની આપણે કલ્પના પણ કરી ન શક્યે.
એન્ટાનસના દાઢીના વાળ એટલા મજબૂત છે કે તે 63 કિલોગ્રામ વજન પણ ઉપાડીને પણ અડીખમ રહ્યાં. હા, તે સમયે તેમની આંખોમાં દુખાવો સ્પષ્ટ પણે છલકાઈ રહ્યો હતો.
63 કિલોવજનની મહિલાને ઉઠાવી એન્ટાનસ કોન્ટ્રિમાસ નામના વ્યક્તિના વીડિયોને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયો હતો. તેમણે વીડિયોને કેપ્શન આપ્યું હતું કે 'એન્ટાનસ કોન્ટ્રિમાસે માનવીની દાઢીથી 63.80 કિલોનું સૌથી ભારે વજન ઉઠાવ્યું હતું'. વીડિયોમાં આ વજન ઉઠાવતા તેમને લાઇવ જોઈ શકાય છે. તેમની આંખોમાં પીડા છે, પરંતુ એ વાતનો સંતોષ પણ છે કે તેમણે દાઢીથી 63 કિલોની સ્ત્રીને ઉપાડીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
આ વીડિયો જોઈને દર્શકો સ્તબ્ધ થઈ ગયા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક યુઝરે જવાબ આપ્યો કે - તે ખરેખર પ્રભાવશાળી છે. અન્ય એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું: ખબર નહિ કે તે કયા હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.
ઘણા લોકોએ તેમની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે તેની પીડા અનુભવી શકે છે. આ પહેલા એક મહિલાએ પોતાના બાઇસેપ્સથી 10 સફરજનને કચડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પરાક્રમથી પણ લોકોને આશ્ચર્ય થયું હતું.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર